તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીના જથ્થામાં વધારો:મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયો છલોછલ ભરાઈ ગયાં

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં ત્રણ વર્ષની સંખ્યામાં પાણીના જથ્થામાં નોંધપાત્ર વધારો

મુંબઈને પાણીપુરવઠો કરતાં સાતેય જળાશયો છલોછલ થઈ ગયાં છે. તાઉતે વાવાઝોડા પછી જૂનના પ્રથમ 10 દિવસ જોર કર્યા પછી વરસાદે અલપઝલપ આવી રહ્યો છે, પરંતુ જળાશયોમાં મન મૂકીને વરસી રહ્યો છે. આને કારણે છેલ્લાં ત્રણ વર્ષની સરખામણીમાં પાણીની સપાટી નોંધપાત્ર રીતે વધી છે.બુધવારે સવારે 6 સુધી સાત જળાશયમાં 2,21,890 મિલિયન લિટર પીવાલાયક પાણી હતું. 2020માં તે 1,48,059 મિલિયન લિટર હતું, જ્યારે 2019માં 77,763 મિલિયન લિટર હતું. મુંબઈને આ જળાશયોમાંથી રોજ 3800 મિલિયન લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે.

અપ્પર વૈતરણાની છલવાની સપાટી 603.51 મિલિયન લિટર છે, જેમાં હાલમાં 592.63 મિલિયન લિટર પાણી છે. હમણાં સુધી તેમાં બાર ઈંચ વરસાદ પડ્યો છે. મોડકસાગરની છલકાવાની સપાટી 163.15 મિલિયન લિટર સામે હાલ તેમાં 152.56 મિલિયન લિટર પાણી છે, જેમાં હમણાં સુધી અઢાર ઈંચ વરસાદ પડ્યો છે.તાનસાની છલકાવાની સપાટી 128.63 મિલિયન લિટર છે, જેમાં હાલમાં 122.08 મિલિયન લિટર પાણી છે, જેમાં સત્તર ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય વૈતરણાની છલકાવાની સપાટી 285.00 મિલિયન લિટર છે, જેમાં હાલ 243.64 મિલિયન લિટર પાણી છે, જેમાં તેર ઈંચ વરસાદ પડ્યો છે.

ભાતસાની છલકાવાની સપાટી 142.07 મિલિયન લિટર છે, જેમાં હાલ 111.21 મિલિયન લિટર પાણી છે, જેમાં તેર ઈંચ વરસાદ પડ્યો છે. વિહારની છલકાવાની સપાટી 80.12 મિલિયન લિટર છે, જેમાં હાલ 78.08 મિલિયન લિટર પાણી છે, 41 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે તુલસીની છલકાવાની સપાટી 139.17 મિલિયન લિટર છે, જેમાં હાલ 137.49 મિલિયન લિટર પાણી છે, જ્યારે 60 ઈંચ વરસાદ પડ્યો છે. સાતેય જળાશયોમાં 1 ઓક્ટોબરના રોજ 14,47,363 મિલિયન લિટર પાણીનો જથ્થો હોવો જોઈએ. તેને આધારે મહાપાલિકા દ્વારા નિર્ણય લેવાતો હોય છે. ગત બે વર્ષ જૂનમાં જળાશયોમાં વરસાદ ઓછો પડવાથી ટેન્શન હતું, જ્યારે આ વર્ષે આખા જૂન મહિનાનો ક્વોટા પ્રથમ 10 દિવસમાં જ પૂરો થયો છે.

શહેરમાં વરસાદની ટકાવારી વધી
દરમિયાન શહેરમાં વરસાદ અલપઝલપ અને ઓછો આવી રહ્યો છે, પરંતુ જૂન મહિનાનો ક્વોટા દસ દિવસમાં જ પૂરો કરી દીધો છે. હમણાં સુધી કોલાબામાં 27.02 ટકા અને સાંતાક્રુઝમાં 33.48 ટકા વરસાદ પડ્યો છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં અનુક્રમે 16.71 ટકા અને 11.58 ટકા પડ્યો હતો. હમણાં સુધી કોલાબામાં 25 ઈંચ અને સાંતાક્રુઝમાં 36 ઈંચ વરસાદ પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...