તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:થાણે મહાપાલિકા હોસ્પિટલના 100 બેડ ચાઈલ્ડ કોરોના તરીકે અનામત

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોની દેખભાળ માટે કુટુંબની એક વ્યક્તિ સાથે રહી શકે

કોરોનાની બીજી લહેરનો થાણેને પણ મોટો ફટકો પડ્યો છે. એમાં કેટલાક નાના બાળકોને પણ કોરોનાનું સંક્રમણ થયું છે. બીજ લહેર ઓસરી રહી છે ત્યારે ત્રીજી લહેરનું જોખમ અને એનો ફટકો નાના બાળકોને પડશે એવો અંદાજ જાહેર કરવામાં આવ્યો છે. તેથી સાવચેતીના પગલાં તરીકે થાણે મહાપાલિકાની હદમાં પાર્કિંગ પ્લાઝા હોસ્પિટલમાં 100 સુસજ્જ બેડ ચાઈલ્ડ કોરોના તરીકે અનામત રાખવામાં આવશે. એના લીધે નાના બાળકોની સારવારમાં ઘણી મદદ થશે.

ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણ થાય અને બીજા બાળકોની સાથે જ તેમની સારવાર કરવામાં આવશે તો એ જોખમકારક બનશે. એના માટે 100 બેડ અનામત રાખવામાં આવશે તો બાળકોની દેખભાળ માટે કુટુંબની એક વ્યક્તિ સાથે રહી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. તેથી બાળકોની સારવાર માટે તૈનાત કર્મચારીઓનો તાણ ઓછો થશે અને બાળકો ઝટ કોરોનામુક્ત થશે એમ થાણેના મેયર નરેશ મ્હસ્કેએ જણાવ્યું હતું.

પંઢરપુરમાં પણ બાળકો માટે હોસ્પિટલ
કોરોનાની બીજી લહેરમાં મોટા પ્રમાણમાં નવજાત બાળકો અને નાના બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું હોવાથી આવા બાળકો પર સારવાર કરવા માટે પંઢરપુરમાં પ્રથમ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...