સવારે કે સાંજે ગિરદીના સમયે બેસ્ટની બસમાં થતી ગિરદી, ભરેલી સીટ, બસસ્ટોપ પર બસ સમયસર આવતી ન હોવાથી પ્રવાસીઓના કામનું નિયોજન બગડે છે. એમાંથી છૂટકારો કરવા બેસ્ટ ઉપક્રમે ઓલા, ઉબર જેવ મોબાઈલ એપ આધારિત ખાનગી ટેક્સી પ્રમાણે બસ સેવા આપવાનો નિર્ણય લીધો છે. આગામી ચારથી છ મહિનામાં આ સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ થશે એવી માહિતી મહાવ્યવસ્થાપક લોકેશ ચંદ્રએ આપી હતી.
કાળીપીળી ટેક્સી, રિક્ષા સમય પર મળતી નથી, ચાલકો દ્વારા ભાડું નકારવું, વધારે ભાડું લેવું, જેવા કારણોસર પ્રવાસીઓની હેરાનગતિ થાય છે. એ ધ્યાનમાં રાખીને ઓલા, ઉબર જેવી મોબાઈલ એપ આધારિત ખાનગી એસી ટેક્સી સેવા શરૂ થઈ. પ્રવાસીઓને એ ઘણી ગમી. એમાં શેર ટેક્સીની સાથે જ બીજા પ્રકાર પણ ઉપલબ્ધ છે.
બેસ્ટ ઉપક્રમ તરફથી હવે પ્રવાસીઓની સંખ્યા અને આવક વધારવા માટે ઓલા-ઉબરની જેમ કેટલીક સેવા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમાં બેસ્ટ બસની સીટનું પ્રવાસીઓ રિઝર્વેશન કરાવી શકશે. આ સેવા 2 હજાર એસી બસ માટે ઉપલબ્ધ કરી આપવામાં આવશે. એમાં બસ સિંગલ ડેકર એસી હશે જે તબક્કાવાર કાફલામાં દાખલ થશે એમ લોકેશ ચંદ્રએ સ્પષ્ટ કર્યું હતું.
મોબાઈલ એપ દ્વારા પ્રવાસીઓને બસનો રૂટ, એ રૂટ પર હજી કેટલી બસ હશે, એની માહિતી મળશે. એનું નિયોજન ચાલુ છે અને ચારથી છ મહિનામાં આ સેવા ઉપલબ્ધ થશે. તેથી પ્રવાસીઓનો ઘણો સમય બચશે અને પ્રવાસ પણ રાહતભર્યો થશે. એસી બસમાં પ્રવાસી સીટ રિઝર્વ કરી શકશે. ખાનગી ટેક્સી પ્રમાણે આ સેવા આપતા એસી બસ ચલાવવામાં આવશે. આ બસનું ભાડું અત્યારના એસી બસ કરતા વધારે હશે.
900 ડબલડેકર બસ
બેસ્ટ ઉપક્રમે મુંબઈ એરપોર્ટ માટે એક્સપ્રેસ સેવા શરૂ કરી છે. આ બસ સેવા હવે ચોવીસ કલાક ચાલુ રહેશે એવી માહિતી લોકેશ ચંદ્રએ આપી હતી. ઉપરાંત વીજ પર ચાલતી 900 ડબલડેકર બસ ઓગસ્ટથી તબક્કાવાર દાખલ થશે. વીજ પર ચાલતી 21 સિંગલ ડેકર બસ પણ આગામી થોડા દિવસમાં કાફલામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.