તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુરોધ:હોસ્પિટલો દ્વારા કરાતી લૂંટના વિરોધમાં સંગઠિત થવા અનુરોધ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય સહાય સમિતિએ કહ્યું કે આ દૂષણ સામે લડત આપવાની જરૂર

કોરોનાને કારણે દર્દીઓની સ્થિઠતિ ગંભીર હોય ત્યા રે તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, પરંતુ સરકાર નિર્ધારિત રુગ્ણય સેવાના દર, આવશ્યંક ઔષધિઓ, વૈકલ્પિક ઔષધિઓ, આપણા અધિકાર, વર્તમાન કાયદા વગેરે જાણતા નહીં હોવાથી મોટા પ્રમાણમાં લૂંટ ચાલુ થાય છે. આ અડચણના સમયે અનેક લોકો માનસિક રીતે ભાંગી પડીને લડવાનો વિચાર છોડી દે છે. તેથી લૂંટ કરનારાઓ ફાવી જાય છે. આવા સમયે આપણે ઉપલબ્ધલ કાયદાઓ અને ઔષધોપચાર વિશે યોગ્ય જાણકારી લેવાથી ફસામણી ટળી શકે છે. એ માટે સંગઠિત રીતે લડવું જોઈએ. જિલ્લાીધિકારી, મહપાલિકા કમિશનર અને પોલીસ પાસે ફરિયાદ કરીને દોષીઓ પર કાર્યવાહી કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ, એમ આરોગ્ય સહાય સમિતિના મુંબઈ જિલ્લા. સમન્વીયક ડૉ. ઉદય ધુરીએ જણાવ્યું હતું.

તેઓ ‘આરોગ્યય સહાય્યજ સમિતિ’ વતી આયોજિત ‘કોરોના કાળમાં ફસામણીના બલિ : આપણા અધિકાર ઓળખો!’, આ ‘ઑનલાઈન વિશેષ પરિસંવાદ’માં બોલી રહ્યા હતા. આ સમયે પુણે ખાતેના ‘શ્રીમતી કાશીબાઈ નવલે મેડિકલ કૉલેજ અને જનરલ હૉસ્પિટલ’ના એનેસ્થેટિસ્ટ ડૉ. જ્યોમતિ કાળે પણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

આ કાર્યક્રમ હિંદુ જનજાગૃતિ સમિતિની વેબસાઈટ પરથી તેમ જ ‘ટ્વીટર’ અને ‘યુ-ટ્યુબ’નાં માધ્યિમો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યોપ. આ કાર્યક્રમ 6632 લોકોએ નિહાળ્યો હતો.આ પરિસંવાદના પ્રારંભમાં હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રી ય માર્ગદર્શક સદ્ગુરુ (ડૉ.) ચારુદત્ત પિંગળેના સંદેશનું વાચન કરવામાં આવ્યુંજ. ‘સમાજવ્યીવસ્થાદ ઉત્તમ રાખવી, એ પ્રશાસનનું કર્તવ્ય છે; પરંતુ પ્રશાસન અને સમાજવ્યતવસ્થા‘ ભ્રષ્ટ થઈ હોવાથી આપણે તેના વિરોધમાં અવાજ ઉઠાવવો પડશે’, એવું તેમણે તેમના સંદેશમાં કહ્યું હતું.

ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ
આ સમયે સમગ્ર દેશના વિવિધ રાજ્યોનમાંના કેટલાક દર્દીઓ તેમજ દર્દીઓના સગાંસંબંધીઓએ તેમની કેવી રીતે લૂંટફાટ કરવામાં આવી, તેના અનુભવ કથન કર્યા તેમ જ કેટલાક દર્દીઓને સમયસર ઉપચાર ન આપવાથી તેમનું મૃત્યુી થયું હોવાનું પણ તેમણે કહ્યું. ડૉ. ધુરીએ ઉમેર્યું કે, ખાનગી હોસ્પિટલો પ્રચંડ લૂંટફાટ ચાલુ છે. થાણેની બે હોસ્પિટલના વિરોધમાં કમિશનર પાસે ફરિયાદ કરી હતી, જેને લઈ બંનેને રૂ. 16 લાખનો દંડ કરાયો હતો. જોકે તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરીને તેમને દર્દીઓના પૈસા પાછા આપવાની ફરજ પાડવામાં આવવી જોઈએ તો જ જનતાને ખરા અર્થમાં ન્યામય મળશે. તે માટે આપણે ‘ગ્રાહક મંચ’ પાસે ફરિયાદ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...