તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડ પર ઉદ્યાનમાં પ્રતિકૃતિઓ મૂકાઈ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ પક્ષીઓ-પ્રાણીઓની સંકલ્પના સાથે ભાતભાતના ફૂલ ને લીલોતરી

ગોરેગાવ પૂર્વમાં મુલુંડ લિન્ક રોડ સ્થિત શહીદ વિજય સાળસકર ઉદ્યાન ગોરેગાવના આબાલવૃદ્ધોના મનોરંજન માટે મહત્વનું સ્થળ સાબિત થઈ રહ્યું છે. કોવિડ-19 સંક્રમણ પ્રતિબંધક બંધીઓ હળવી કરીને ઉદ્યાનો અને મેદાન સામાન્ય નાગરિકો માટે ખોલવામાં આવ્યા છે. ગોરેગાવના સાળસકર ઉદ્યાનમાં પણ નાગરિકો માટે મનોરંજનનું વાતાવરણ છે. ઉદ્યાનની શોભા વધારવા અને નાના બાળકોના મનોરંજન માટે ઉદ્યાનમાં હાથી, જિરાફ, સિંહ, વાઘ, ઘોડો, ગેંડા જેવા વિવિધ પ્રાણીઓની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. લગભગ 6000 સ્કવેર મીટરથી કરતા વધુ ક્ષેત્રફળમાં પથરાયેલા આ ઉદ્યાન વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓની સંકલ્પના પર બનાવવામાં આવ્યું છે.

ઉપરાંત અહીં ભાતભાતના ફૂલો અને વૃક્ષોનો વૈભવ છે. આ ઉદ્યાનમાં દરરોજ લગભગ 2000 જેટલા બાળકો, નાગરિકો, વરિષ્ઠ નાગરિકો આવે છે. અહીં મનોરંજનની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. લસરપટ્ટી, ટિટર ટોટર, મંકી બાર જેવા રમવા માટે વિવિધ પ્રકારના સાધનો છે જે નાના બાળકો માટે આકર્ષણ છે. આરોગ્યની દષ્ટિએ ચાલવા અને દોડવાનો વ્યાયામ કરનારા નાગરિકો માટે સુસજ્જ જોગિંગ ટ્રેક છે. વિવિધ પ્રકારના વ્યાયામના સાધનો પણ ઉપલબ્ધ છે. વરિષ્ઠ નાગરિકો માટે મનોરંજન કેન્દ્ર છે. તેમ જ એકબીજા સાથે નિરાંતે બેસીને ગપ્પા મારી શકાય એ માટે ઉદ્યાનમાં ઠેકઠેકાણે ગજેબો મૂકવામાં આવ્યા છે.

પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડતી પરબ અને પ્રસાધનગૃહની વ્યવસ્થા પણ છે. કોવિડ-19 સંક્રમણના સમયમાં નાગરિકો પર પ્રતિબંધ હતા ત્યારે ઉદ્યાનની યોગ્ય સંભાળ લેવામાં આવી છે. પ્રતિબંધો હળવા કર્યા પછી ફરીથી ઉદ્યાનમાં નાના બાળકો અને મોટેરાઓની અવરજવર વધી છે. કોવિડ-19 પ્રતિબંધોનું પાલન કરીને નાગરિકો અહીં મનોરંજન માણી શકશે. તેમનું મનોરંજન થાય એનું સંપૂર્ણ ધ્યાન ઉદ્યાન વિભાગ મારફત લેવામાં આવી રહ્યું છે એવી માહિતી ઉદ્યાન અધિક્ષક જીતેન્દ્ર પરદેશીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...