તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મ:ક્રોધને દૂર કરી સ્વભાવને શીતળ બનાવેઃ પૂ. રાજસુંદર વિ.મ.

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચિનગારી ! આમ કેટલી નાની છે. દેખાવમાં અને કદમાં પણ...પરંતુ રૂનાં વિશાળ ગોડાઉનમાં એક ચિનગારી ચંપાઈ જાય તો એ વિશાળ ગોડાઉનને પણ તત્ક્ષણ બાળી નાંખે છે. બસ ક્રોધ આ ચિનગારીનું પ્રતિનિધિત્વ કરે છે. જીવનમાં વર્ષો સુધી ગમે તેટલી સાધના કરી હોય પણ એકાદ વાર કરેલો ક્રોધ તેના ઉપર પાણી ફેરવી નાંખે છે. અરે શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે એક જ વારનાં ક્રોધ દ્વારા ક્રોડોવર્ષની સંયમસાધનાનુ ફળ જતું રહે છે. તો એક દિવસમાં આપણે કેટલીવાર ક્રોધ કરીએ છીએ તે વિચારવા જેવું છે, એમ પૂજ્ય મુનિશ્રી રાજસુંદર વિજયજી મહારાજ સાહેબે જણાવ્યું હતું.

આકાશમાં સૂર્ય અને ચંદ્ર ભેગા થયા. સૂર્યએ ચંદ્રને કહ્યું
પૃથ્વીને આપણે બંને પ્રકાશ આપીએ છીએ. તારા કરતા મારો પ્રકાશ ઘણો વધારે છે. છતાં દુનિયા તને પ્રેમ કરે છે, એટલો પ્રેમ મને કેમ નથી કરતી ? અરે હું આકાશમાં આવું ત્યારે એકલો જ હોઉં છું. જ્યારે તું આવે ત્યારે કરોડો તારા-નક્ષત્રોનો વિશાળ પરિવાર હોય છે.

આવું કેમ ? ચંદ્રએ સરસ જવાબ આપ્યો
આપણા વ્યક્તિત્વને લોકો ત્યારે જ ચાહે જ્યારે આપણે સ્વભાવથી શીતળ હોઈએ. હું સ્વભાવથી શીતળ છું એટલે સૌને મારી કંપની ગમે છે. માનવો પણ મને અનિમેષ નયને નિહાળે છે, અને તારા-નક્ષત્રો પણ મારી સાથે રહે છે જ્યારે તું સ્વભાવથી ગરમ છે એટલે તારા-નક્ષત્રો તારાથી દૂર થાય જ છે, અને માનવોને પણ વધુ સમય તારી સામે જોવું ગમતું નથી.

અન્ય સમાચારો પણ છે...