આદેશ:કોરોના વખતનાં અનધિકૃત બાંધકામો તુરંત દૂર કરો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાટમાળ આડેધડ ફેંકનારા સામે પણ કાર્યવાહી

કોરોનાકાળમાં શહેરમાં ઠેર ઠેર અનધિકૃત બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. ઉપરાંત બાંધકામનો કાટમાળ હાઈવે બાજુમાં અથવા આડેધડ રીતે ફેંકવામાં આવે છે. આ બધા સામે તુરંત કાર્યવાહી કરવાનો આદેશ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે આપ્યો હતો.

અનધિકૃત બાંધકામો તુરંત દૂર કરો, કોઈ પણ દબાણ લાવે તો સહન નહીં કરો, એવો આદેશ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહાપાલિકાને આપ્યો હતો. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મોટે પાયે બાંધકામનો કાટમાળ આડધેડ ફેંકવામાં આવી રહ્યો છે. આવાં ઠેકાણે કેમેરા લગાવીને દોષીઓને પકડી તુરંત કાર્યવાહી કરવાનો આદેશ પણ તેમણે આપ્યો હતો.

મુંબઈમાં અનધિકૃત બાંધકામોને સાંખી લેવાશે નહીં. વોર્ડ અધિકારીઓએ સતર્ક રહીને અને કઠોર કાર્યવાહી કરીને તેને રોકવું જોઈએ. કોઈનું પણ દબાણ સહન નહીં કરો. મુંબઈમાં રસ્તા દુરસ્તી કામોની ટેન્ડર પ્રક્રિયા વ્યવસ્થિત અને પારદર્શક રીતે કરો, કોઈએ આંગળી ચીંધવી નહીં જોઈએ, એમ પણ ઠાકરેએ નિર્દેશ આપ્યા હતા.રસ્તાઓ પર ખાડાઓ બુઝાવવાનાં કામોને અગ્રતા આપો, તે માટે સમયમર્યાદા નક્કી કરી આપો. કાટમાળ નાખનારને પકડી પાડવા માટે વિશેષ ટીમો બનાવવી, બાંધકામનો કચરો, પથ્થરો, ઈંટ, માટી તુરંત હટાવવામાં આવે તેનું ધ્યાન રાખવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...