નિવેદન:CBI, EDને દૂર કરો પછી અમે શું કરી શકીએ તે બતાવીશું: મેયર

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ, રાણે, પરિવાર, કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ પર નિશાન

દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા એટલે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્યકાળ સોમવારે પૂરો થઈ ગયો. આ પ્રસંગે મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર સોમવારે બપોરે મિડિયાની સામે આવ્યાં અને ભાજપ, રાણે પરિવાર, કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર નિશાન સાધ્યું હતું. મેયરે ચેલેન્જ આપતાં કહ્યું કે કેન્દ્રએ માત્ર 24 કલાક માટે સીબીઆઇ, ઇડી જેવી એજન્સીઓનો ડર દૂર કરે તો અમે તેમને બતાવીશું કે અમે શું કરી શકીએ છીએ.

મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે જ્યાં સુધી મુંબઈને નવો મેયર નહીં મળે ત્યાં સુધી હું મુંબઈની સેવા કરતી રહીશ. જ્યારથી મેયરપદે છું ત્યારથી મારા મનમાં હતું કે જ્યારે આપણે સુખમાં આગળ છીએ તો દુ:ખમાં પણ આગળ હોવું જોઈએ. આ વિચારીને મેં પાંચ વર્ષ કામ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે કોવિડના સમયે જ્યારે કોઈને હોસ્પિટલમાં જવાનો ડર લાગતો હતો, ત્યારે હું દર્દીઓની સ્થિતિ જાણવા કોવિડ કેન્દ્રોની મુલાકાત લીધી હતી.જો રાણે પરિવાર પાસે દિશા સાલિયન કેસ અંગે પુરાવા છે, તો તેમણે સીબીઆઈને આપવા જોઈએ. તેઓ કહે છે કે જો તમે 24 કલાક માટે પોલીસને હટાવો તો તેઓ અમને બતાવશે કે તેઓ શું છે.

અમે તેમને કહીએ છીએ કે 24 કલાક માટે તમે ઇડી અને સીબીઆઇને હટાવો, અમે તેમને કહીશું કે અમે શું છીએ. ઈડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સના લોકો જેમની સામે કાર્યવાહી કરે છે, તેઓ ભાજપમાં આવતાં જ પાક સાફ થઈ જાય છે. જો કે મેયરે વધુમાં જણાવ્યું હતું કે અમે લોકશાહી ઢબે કામ કરીએ છીએ, અને ભવિષ્યમાં પણ કરતા રહીશું.તેમણે વધુમાં કહ્યું કે, મુંબઈકર શિવસેના સાથે છે અને આ વખતે પણ મહાપાલિકામાં ભગવો રહેશે. બીજા મેયર આવે ત્યાં સુધી હું કેરટેકર મેયર રહીશ, મુંબઈમાં ક્યાંક કંઈ થશે તો તે જરૂર જશે.

કામ માટે કોઇ એવોર્ડ નથી જોઈતો
તેમણે કહ્યું કે વસ્તુઓને જોવાનો મારો દ્રષ્ટિકોણ અલગ છે. મંગળવારથી અમારી નવી ઇનિંગ શરૂ થઈ રહી છે. હું ભગવાનનો આભાર માનું છું કે મારા કાર્યકાળ દરમિયાન ઘણી સારી વસ્તુઓ થઈ છે. હું એવું નથી કહેતી કે મેં સારું કામ કર્યું છે, અને તેના માટે મને એવોર્ડ મળવો જોઈએ. એ મારી ફરજ હતી જે મેં નિભાવી હતી. તેણીએ વધુમાં કહ્યું કે મારામાં વિશ્વાસ દર્શાવવા માટે હું ઉદ્ધવ ઠાકરેનો આભાર માનું છું. મારા લાંબા કાર્યકાળમાં મારા પર કોઈએ આક્ષેપો કર્યા નથી. ભાજપના નેતા કિરીટ સોમૈયા અચાનક આવીને મારા પર ગંભીર આરોપો લગાવવા લાગ્યા છે.

દિશા કેસમાં પુરાવા હોય તો સોંપો
દિશા સાલિયન કેસ પર મેયર કિશોરીએ કહ્યું,માલવણી પોલીસ સ્ટેશનમાં લાંબી પૂછપરછ પછી, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું હતું કે મેયર અને મહિલા આયોગ દિશા સાલિયનની માતા પાસે ગયા હતા. તેઓએ કહ્યું કે અમે તેમને ઉશ્કેર્યા, ત્યાર બાદ આ બધું થયું. અમે કોઈને ઉશ્કેર્યા નથી. તેઓ કહે છે, કે તેમની પાસે પુરાવા છે, તેમણે સીબીઆઈને આપવા જોઈએ. મને સમજાતું નથી કે તેઓ કેમ રોકાયા. રાણે કહે છે કે સીએમ સાહેબે તેમને બોલાવ્યા હતા, આ બધું પાયાવિહોણું છે.

અન્ય સમાચારો પણ છે...