આદેશ:થાણે, પાલઘરમાં ત્રણ જેટ્ટીની આડમાંથી બધા અવરોધ દૂર

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 72 મેન્ગ્રોવ્ઝના ઝાડ તોડવા માટે હાઈ કોર્ટે પરવાનગી આપી દીધી

થાણે પાલઘર ખાતે મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડ દ્વારા ઊભી કરવામાં આવનારી ત્રણ જેટ્ટીનો માર્ગ મોકળો થયો છે. આ જેટ્ટી માટે કુલ 72 મેન્ગ્રોવ્ઝ તોડવા માટે હાઈ કોર્ટે પરવાનગી આપી છે. આ પરવાનગી માટે મેરિટાઈમ બોર્ડે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેની દખલ લેતાં હાઈ કોર્ટે મેરિટાઈમ બોર્ડને કેલવા, ખારવડશ્રી અને ખારેકુરણ ખાતે જેટ્ટી ઊભી કરવા મેન્ગ્રોવઝ તોડવા પરવાનગી આપીને દિલાસો આપ્યો છે. આ મેન્ગ્રોવ્ઝ તોડવાથી પર્યાવરણને મોટી હાનિ નહીં થશે.

જોકે આ કરતી વખતે સીઆરઝેડ નિયમોનું ઉલ્લંઘન નહીં થાય તેનું ધ્યાન રાખવાના નિર્દેશ આપીને હાઈ કોર્ટે આ જેટ્ટી ઊભી કરવાનો માર્ગ મોકળો કર્યો છે.મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડ દ્વારા પાલઘર, થાણે ખાતે કેલવા, ખારવડશ્રી અને ખારેકુરણ ખાતે બે રો-રો જેટ્ટી અને પ્રવાસી પરિવહન જેટ્ટી ઊભી કરવામાં આવશે. આ માટે ખારવડશ્રી ખાતે 72 મેન્ગ્રોવ્ઝ તોડવા પડશે. જોકે રાજ્યમાં હાઈ કોર્ટની પરવાનગી વિના મેન્ગ્રોવ્ઝ તોડવાની મનાઈ છે.

આથી મેન્ગ્રોવ્ઝ તોડવા માટે મેરિટાઈમ બોર્ડે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. ખારવડશ્રી રો રો જેટ્ટી પ્રકલ્પ માટે એમસીઝેડએમએએ 0.478 હેક્ટર ખારફૂટ ક્ષેત્રમાં 72 મેન્ગ્રોવ્ઝ બીજા ઠેકાણે લગાવવાની પરવાનગી આપી હોઈ મેરિટાઈમ બોર્ડે આ સમયગાળામાં કાઢવામાં આવનારાં મેન્ગ્રોવ્ઝની સામે પાંચગણાં ઝાડ લગાવવા અથવા પુનઃરોપણી કરવા ઈચ્છુક હોવાનું મેરિટાઈમ બોર્ડે અરજીમાં જણાવ્યું છે.

જાહેર હિતમાં પ્રકલ્પ મહત્ત્વપર્ણ
આ અરજી પર ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે આ બાબતે પોતાનો ચુકાદો હાલમાં જાહેર કર્યો છે. તે સમયે કોર્ટે સાર્વજનિક પ્રકલ્પનું હિત ધ્યાનમાં લેતાં જેટ્ટી પ્રકલ્પ મહત્ત્વનો છે. તે માટે મેન્ગ્રોવ્ઝનો ભોગ લેવો પડવાનો છે છતાં આ પ્રકલ્પ માટે મેન્ગ્રોવ્ઝનો મોટે પાયે નાશ નહીં થવો જોઈએ. આ માટે એમસીઝેડએમએ અને પર્યાવરણ પ્રભાવ મૂલ્યાંકન પ્રાધિકરણની પરવાનગી લેવી અને તેવી બાંયધરી બે અઠવાડિયામાં મેરિટાઈમ બોર્ડે કોર્ટને આપવી, એમ પણ હાઈ કોર્ટે આદેશમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...