તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:રાજ્યની હોસ્પિટલોમાં રેમડેસિવિર અને ઓક્સિજન પૂરતું છે, સરકાર

મુંબઈ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કેટલાક નેતાઓ દ્વારા વારંવાર કરાતા આક્ષેપો બાદ રાજ્ય સરકારનું કોર્ટમાં સોગંધનામું
 • વરિષ્ઠ નાગરિકોને રસી આપવા માટે ચોક્કસ સમય ફાળવવા માટે પણ મુંબઈ હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો

મહારાષ્ટ્ર સરકારના અમુક નેતાઓ રેમડેસિવિર અને ઓક્સિજનનો પુરવઠો ખૂટી પડ્યો છે એવો વારંવાર દાવો કરે છે ત્યારે સરકાર દ્વારા જ રાજ્યની હોસ્પિટલોમાં રેમડેસિવિર અને ઓક્સિજનનો પૂરતો પુરવઠો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોવિડ-9ની વ્યવસ્થા બરોબર નથી એવો આરોપ કરતી બે જાહેર હિત અરજી મુંબઈ હાઈ કોર્ટમાં કરવામાં આવી છે, જેના પ્રતિસાદમાં એફિડેવિટમાં સરકારે ઉક્ત રજૂઆત વાત કરી હતી.

રાજ્ય વતી એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો ઉપચોર કરવા માટે રેમડેસિવિરની અછત નહીં સર્જાય તે માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 30 એપ્રિલ સુધી રેમડેસિવિરની 4,35,000 શીશીઓ ફાળવી છે. ગુરુવારે આ રજૂઆત કરવામાં આવી હોવાનું પીટીઆઈએ જણાવ્યું હતું.સરકારે જિલ્લાધિકારીઓ થકી ઓક્સિજનનો પુરવઠો પણ સ્ટ્રીમલાઈન કર્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

મહાપાલિકાના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અનિલ સાખરેએ જણાવ્યું હતું કે મુંબઈમાં ઓક્સિજન અને રેમડેસિવિરનો વધારાનો જથ્થો નથી, પરંતુ સર્વ હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં આગામી થોડા દિવસ ચાલે તેટલો પૂરતો જથ્થો છે. એક અરજદાર વતી ધારાશાસ્ત્રી અર્શીલ શાહે જણાવ્યું હતું કે મારો અસીલ છેલ્લા ચાર દિવસથી તેની માતા માટે રસીકરણનો સ્લોટ મેળવવા માટે મથામણ કરતો હતો. જોકે શહેરના ઈ વોર્ડમાં જુલાઈ સુધી રસીકરણ માટે કોઈ સ્લોટ ઉપલબ્ધ નથી એવું જણાવાયું હોવાનો તેમણે દાવો કર્યો હતો.

આ સમયે જજે જણાવ્યું કે રસીકરણ કેન્દ્રો ખાતે લાંબી કતારો ટાળવા માટે કશુંક કરવાનું આવશ્યક છે. તળિયાના સ્તરે અમુક સમસ્યા છે. કોરોનાની એક રસી કોવેક્સિન લેનારાને ઓછા પુરવઠાને લીધે વાટ જોવા માટે કહેવામાં આવ્યું છે અને તેમણે બીજા ડોઝ માટે અગ્રતા આપવાની છે. કોર્ટે સૂચવ્યું કે રસીકરણ માટે લોકોને ચોક્કસ સમય ફાળવવો જોઈએ. ખાસ કરીને પારસી સમુદાયના વરિષ્ઠ નાગરિકો સહિત જ્યેષ્ઠ નાગરિકો માટે અચૂક સમય ફાળવવો જોઈએ.

પારસીઓએ વિશેષ ક્વોટા નકાર્યો
દરમિયાન આ સુનાવણી સમયે હાઈ કોર્ટે નોંધ કરી કે મોટા ભાગના પારસીઓ વૃદ્ધ છે. આથી તેમનું પણ રસી માટે ધ્યાન રાખવું જોઈએ. તેમને રસી મળે તેની ખાતરી રાખવી જોઈએ. આ સમયે એડવોકેટ જનરલ કુંભકોણીએ જણાવ્યું કે સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના અદર પૂનાવાલાએ અગાઉ જણાવ્યું હતું કે હું મારા પારસી સમુદાય માટે રસીના ડોઝનો ક્વોટા અનામત રાખીશ, પરંતુ સમુદાયે ઈનકાર કરતાં જણાવ્યું કે અમને જેમ અને જ્યારે મળશે ત્યારે રસી લઈશું. તેમણે વિશેષ ક્વોટા હેઠળ રસી લેવાનો ઈનકાર કરી દીધો છે, એમ એડ. સાખરેએ જણાવ્યું હતું.

પ્રિસ્ક્રિપ્શન પર જ દવા અપાશે
દરમિયાન એડવોકેટ શાહે જણાવ્યું હતું કે હાઈ કોર્ટમાં કાર્યરત અન્ય એક વકીલ સવારથી તેમની બહેન માટે રેમડેસિવિર મેળવવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને સફળતા મળતી નથી. કોર્ટે એડવોકેટ જનરલને તેમને મદદરૂપ થવા માટે જણાવ્યું છે. કુંભકોણીએ ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્ય પાસે રેમડેસિવિરનો પૂરતો જથ્થો છે, પરંતુ દવા ફક્ત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ અપાશે. જો સંબંધિત વકીલ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લાવે તો અમે તેમને માટે દવાની વ્યવસ્થા કરી આપીશું. ઘણા બધા કિસ્સામાં લોકો આવશ્યક નહીં હોય ત્યારે પણ રેમડેસિવિર લઈ રહ્યા હોવાનો કિસ્સા બહાર આવી રહ્યા છે. અમારી પાસે પૂરતો સ્ટોક છે, પરંતુ આવી જરૂર વિનાની માગણી પુરવઠાની અછત સર્જે છે, એમ તેમણે કુંભકોણીએ જણાવ્યું હતું. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ જાહેર હિત અરજીઓ પર 4 મેના રોજ જવાબ નોંધાવવા માટે આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો