અસહ્ય ઉકળાટ:ગરમીનો પારો ત્રણ ડિગ્રીથી પણ વધી જતાં મુંબઈગરા પસીનાથી રેબઝેબ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરમીનો પારો 35.7 ડિ.સે. વચ્ચે રહેતા ઉકળાટ

મુંબઈગરા શનિવાર- રવિવારે ઉકળાટને કારણે પસીનાથી રેબઝબ થઈ રહ્યા છે. આ બે દિવસમાં મહત્તમ તાપમાનનો પારો શુક્રવાર કરતાં વધુ હતો. જોકે વાતાવરણમાં વધેલા ભેજને લીધે આ ઉકળાટ અસહ્ય બની ગયો છે. વાદળિયું વાતાવરણ ઓછું થવાથી સૂર્યનાં કિરણો સીધા જમીન સુધી પહોંચી રહ્યા છે. આથી છેલ્લા થોડા દિવસ કરતાં શનિવાર અને રવિવારે તાપમાન વધુ હોવાનું મહેસૂસ થયું હતું.

શનિવાર- રવિવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 35.7 ડિ.સે. અને કોલાબામાં 35.4 ડિ.સે. આસપાસ રહ્યું હતું. શુક્રવારે કોલાબા ખાતે 32 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું, જેમાં છેલ્લા બે દિવસથી 3 ડિ.સે. સેલ્સિયસ વધારો થયો છે. સાંતાક્રુઝમાં શુક્રાવરે 34.8 ડિ.સે. મહત્તમ તાપમાન હતું. ઉપનગરોમાં પણ ઉકળાટ જણાઈ રહ્યો છે. જોકે શહેરમાં તાપમાનનો આ ફરક વધુ પ્રમાણમાં જણાયો છે. કોલાબા ખાતે સરેરાશ તાપમાનથી 2-3 ડિ.સે. વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. સ્વયંચાલિત પ્રણાલી અનુસાર થયેલી નોંધમાં શનિવારે બપોરે મહત્તમ તાપમાનનો પારો સાંતાક્રુઝ ખાતે 37.2 ડિ.સે. સુધી વધ્યો હોવાની નોંધ છે.

અરબી સમુદ્રની પ્રણાલીને લીધે રાજ્યમાં હજુ પણ વરસાદનો પ્રભાવ ચાલુ હોવાથી ભેજમાં વધારાને લીધે અસ્વસ્થતા વધી રહી હોવાનું પ્રાદેશિક હવામાન વિભાગના પ્રમુખ ડો. જયંત સરકારે જણાવ્યું હતું.એક બાજુ ઠંડીનો અણસર જણાતો હતો ત્યાં બીજી બાજુ ફરીથી અસહ્ય ઉકળાટ સહન કરવો પડ્યો છે. જોકે તેમાં આગામી થોડા દિવસોમાં ફરક જણાશે, એમ સરકારે જણાવ્યું હતું.ઠંડી ક્યારે પડશે : ઠંડી મહેસૂસ થવા માટે મહત્તમ તાપમાનમાં ઘટાડો થાય તે જરૂરી છે. મહત્તમ તાપમાનનો પારો આગામી થોડા દિવસોમાં સરેરાશ કરતાં નીચે ઊતરશે.

વરસાદી વાતાવરણ નિર્માણ થયું હોવાથી મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. આ પરિસ્થિતિ પૂર્વવત થવા માટે આગામી કમસેકમ બે-ત્રણ દિવસ લાગશે એવી શક્યતા વર્તાવવામાં આવી છે. સમુદ્ર પરથી આવતો પવન મોડેથી આવતો હોવાથી મુંબઈના મહત્તમ તાપમાનમાં છેલ્લા ત્રણ દિવસમાં વધારો થયો હોવાનું વરિષ્ઠ હવામાન વિભાગના અધિકારી કૃષ્ણાનંદ હોસાળીકરે જણાવ્યું હતું.

રાજ્યમાં પણ અસહ્ય ઉકળાટ
દરમિયાન અરબી સમુદ્રની પ્રણાલીનો પ્રભાવ કાયમ રહે ત્યાં સુધી મહત્તમ તાપમાનમાં રાજ્યભરમાં થયેલી વધારો કાયમ રહેશે. વિદર્ભમાં સરેરાશ મહત્તમ તાપમાન અને નોંધવામાં આવેલા તાપમાનમાં આશરે 7 ડિ.સે.નો તફાવત છે. અકોલા ખાતે સૌથી વધુ તફાવત હોઈ મહત્તમ તાપમાન 23.6 ડિ.સે. નોંધવામાં આવ્યું છે. બ્રહ્મપુરી, ચંદ્રપુર ખાતે અનુક્રમે 6.6 અને 6.8 ડિ.સે. સરેરાશ અને શનિવાર- રવિવારે નોંધવામાં આવેલા મહત્તમ તાપમાનમાં ફરક છે. નાંદેડ, પરભણી ખાતે પણ સરેરાશ કરતાં મહત્તમ તાપમાનનો પારો 7.3 ડિ.સે. વધુ છે.

મધ્ય મહારાષ્ટ્રમાં અહમદનગર ખાતે 8.3, માલેગાવ ખાતે 8.4 જ્યારે સાતારા ખાતે 7.6 ડિ.સે.થી સરેરાશ મહત્તમ તાપમાન વધુ છે. મધ્ય મહારાષ્ટ્રના પણ અમુક ભાગોમાં વરસાદની શક્યતા હોવાથી અહીં મહત્તમ તાપમાનમાં જોકે અમુક ઠેકાણે સરેરાશ કરતાં પારો નીચે ઊતરેલો દેખાય છે. આમ છતાં 24 કલાકમાં જળગામ, સાંગલી ખાતે મહત્તમ તાપમાનમાં વધારો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...