આર્યન ડ્રગ્સ કેસ:આર્યનને જામીન પર છોડતાં પુરાવા સાથે ચેડાં કરી શકે છેઃ એનસીબી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરમાન કોહલીને પણ તપાસ પૂરી નહીં થઈ ત્યાં સુધી જામીન અપાયા નહોતા

આર્યન ખાનને સંડોવતા ડ્રગ્સ કેસમાં એનસીબી વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ અને અદ્વૈત સેઠનાએ જોરદાર દલીલો કરી હતી. સિંહે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, આર્યન વગદાર છે અને જામીન પર છૂટ્યા બાદ પુરાવા સાથે ચેડાં કરી શકે છે અથવા દેશમાંથી ભાગી શકે છે. એનસીબીના વકીલ અદ્વૈત સેઠનાએ કહ્યું હતું કે, આ પ્રકારનો કેસ અરમાન કોહલીનો હતો અને તેને પણ તપાસ પૂરી નહીં થઈ ત્યાં સુધી જામીન આપવામાં આવ્યા નહોતા.

આર્યનની પાસે ભલે ડ્રગ્સ નહીં મળ્યું, પરંતુ તેની સાથે ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટની પાસે ડ્રગ્સ મળ્યું છે. તેઓ ક્રુઝમાં પાર્ટી શરૂ કરવાના હતા અને આ તમામ આરોપી ડ્રગ્સ લેવાના હતા. આર્યન તે પહેલાં પણ ડ્રગ્સ લેતો હતો. અમારી પાસે આ અંગેના પૂરતા પુરાવા છે.

કોર્ટમાં આર્યનની વ્હોટ્સએપ ચેટ પણ બતાવવામાં આવી હતી. એનસીબીના વકીલે દાવો કર્યો છે કે રેકોર્ડમાંથી સંકેત મળે છે કે આર્યન અનેક ડ્રગ તસ્કરોના સંપર્કમાં હતો. આના તાર આંતરરાષ્ટ્રીય દાણચોરી સાથે જોડાયેલા હતા. આર્યન પર જે પણ કલમો લગાવવામાં આવી છે તે બિનજામીન પાત્ર છે. આર્યનને જામીન આપવાનો નિર્ણય યોગ્ય રહેશે નહીં.

રિચા- શૌવિક જેવો કેસ
આર્યનના કેસને રિયા તથા શૌવિક ચક્રવર્તીના ડ્રગ્સ કેસ જેવો બતાવવામાં આવ્યો હતો. સિંહે દલીલ કરી હતી કે હંમેશાં ડ્રગ્સની માત્રા જ મહત્ત્વની નથી, કારણ કે શૌવિકની પાસેથી પણ ડ્રગ્સ મળ્યું નહોતું. શૌવિકને પણ ચાર્જશીટ દાખલ થાય તે પહેલાં જામીન આપવામાં આવ્યા નહોતા. જામીનનો વિરોધ કરતાં સિંહે આ સંબંધિત 13 જજમેન્ટ વાંચ્યા હતા. વિવિધ હાઇ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટને આર્યનના કેસ સાથે જોડવામાં આવ્યા હતા, જેમાં મોટા ભાગના કેસમાં આરોપીઓ પાસેથી ડ્રગ્સ મળ્યું નહોતું.

હજુ તો કેસની શરૂઆતી તપાસ
સિંહે કહ્યું હતું, અમે આ કેસમાં પૂરી સાંકળ તથા કનેક્શન પર નજર રાખી રહ્યા છીએ. હજી કેસ શરૂઆતની તપાસ પર છે અને આગળ જઈને અન્ય બાબતો સામે આવશે. એમ ના કહી શકાય કે આર્યનને માત્ર એક જ વર્ષની સજા થશે. જો અન્ય આરોપીઓ સાથે તેના તાર જોડાયેલા છે તો જે સજા બીજાને થશે તે જ સજા આર્યનને પણ લાગુ થશે. આ કેસમાં 15-10 લોકો જોડાયેલા છે અને ષડયંત્રની વાત સામે આવી છે. આ સાથે કમર્શિયલ ક્વોન્ટિટીની વાત પણ સામે આવી છે. આથી જ સેક્શન 29 લગાવવામાં આવી. કેસ આગળ વધશે અને માહિતી મળશે તે પ્રમાણે આરોપ તથા કલમ લગાવીશું.

આરોપીઓ યુવા હોવાની દલીલ અયોગ્ય
સિંહે કહ્યું હતું કે આરોપીઓની યુવા હોવાની દલીલ અહીં અયોગ્ય છે. હું આર્યનના વકીલ અમિત દેસાઈના આ તર્ક સાથ સંમત નથી કે આ નાના બાળકો છે અને આથી જ તેમની જામીન અરજી પર વિચાર કરવો જોઈએ. આ અમારી ભાવિ પેઢી છે. આખો દેશ તેમની પર નિર્ભર છે. મહાત્મા ગાંધજીની ભૂમિમાં આપણે આવી કલ્પના પણ કરી નહોતી.

અન્ય સમાચારો પણ છે...