પુસ્તકનું વિમોચન:દશમ સ્કંધને ગઝલરૂપે રજૂ કરતા પુસ્તકનું વિમોચન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજેશ રાજગોર રચિત “શ્રી કૃષ્ણ ચરિતમ” - શ્રીમદ્દ ભાગવત પુરાણના દશમ સ્કંધને સર્વ પ્રથમ વાર ગુજરાતી સાહિત્યમાં ગઝલ સ્વરૂપે રજૂ કરતાં પુસ્તકનું વિમોચન, ઈસ્કોન સંસ્થાના ઉદ્દેશને સમર્પિત પૂના સ્થિત અન્નામૃત ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી શ્વેતદ્વીપ દાસજીના વરદ હસ્તે સંપન્ન થશે.રવિવારે સાંજે 4.15થી, રાજેશ્રી બેંકવે હોલ, બીજે માળે, મુવીટાઈમ સિનેમા કમ્પાઉન્ડમાં, દહિસર - પૂર્વ. મુંબઈ -68 આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો અનુક્રમે, પુષ્ટિ સંપ્રદાયના વિદ્વાન વક્તા શ્રી કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીજી, દહિસરના માજી નગર સેવક શ્રી જગદીશભાઈ ઓઝા, ગુજરાતી સાહિત્યને રળીયાત કરનાર સિદ્ધહસ્ત કવિ અને સંચાલક મુકેશભાઈ જોશી, પ્રાસંગિક વક્તવ્યો રજૂ કરશે.

નરસિંહ મહેતાના વંશજ, પ્રસિદ્ધ કવિ અને ગઝલકાર જવાહરભાઈ બક્ષી દ્વારા પ્રસ્તાવના પામેલ આ પુસ્તકના વિમોચન સમારોહમાં બરોડા સ્થિત વલ્લભાચાર્યજીના વંશજ અને વિખ્યાત સંગીતજ્ઞ શ્રી પરિતોષ ગોસ્વામી આ પુસ્તકમાં 108 પંક્તિમા લખાયેલી શ્રીમદ્દ ભગવદ ગીતાનું સ્વરાંકન રજૂ કરશે.એન.એમ. ઠક્કરની કંપની દ્વારા પ્રકાશિત અને 4280 પંકિતમાં ખંડ કાવ્યની રીતે લખાયેલા આ પુસ્તકના વિમોચન સમારોહમાં ટીવી, રેડિયો અને ગુજરાતી રંગભૂમિના કલાકારો સનત વ્યાસ, ધર્મેન્દ્ર ગોહિલ, જીનલ બેલાણી, પ્રયાગ દવે, નિયતિ દવે અને જાગૃતિ રાજગોર આ પુસ્તકના અંશોનું કાવ્ય પઠન કરશે.ભક્તિ રાજગોર દ્વારા ભારતનાટ્યમ નૃત્ય શૈલીમાં “ શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજ મન” રામ સ્તુતિથી આરંભાયેલા આ વિમોચન સમારોહનું સમાપન પણ એના જ દ્વારા શ્રી કૃષ્ણના સૌંદર્યને દર્શાવતા “અધરમ મધુરમ” નૃત્ય સાથે થશે.

અન્ય સમાચારો પણ છે...