તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:મૃતદેહ અદલાબદલી થતાં સંબંધીઓએ શાહ હોસ્પિટલમાં ભાંગફોડ મચાવી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યવતમાળની શાહ હોસ્પિટલમાં ભેગા થયેલા ટોળાને પોલીસે વિખેરી કાઢ્યું

યવતમાળની શાહ હોસ્પિટલમાં મૃતદેહ અદલાબદલી થવાથી ઉશ્કેરાયેલા મૃતકના સંબંધીઓએ શાહ હોસ્પિટલમાં ભાંગફોડ મચાવી હતી. પોલીસે આવીને સંબંધીઓને સમજાવીને ટોળાને વિખેરી કાઢ્યું હતું.અરુણ ગજભિયે નામે વકીલ પર શાહ હોસ્પિટલમાં ઉપચાર ચાલતો હતો. શનિવારે રાત્રે ગજભિયેનું મૃત્યુ થયું હતું. સંબંધીઓને જાણ કર્યા પછી રવિવારે સવારે મૃતદેહ તેમને કબજામાં આપવામાં આવ્યો હતો. પાંઢરકવડા રોડ પર મોક્ષધામમાં તેઓ મૃતદેહ લઈને પહોંચ્યા હતા, જ્યાં મૃતદેહ ખોલીને જોતાં અન્ય કોઈનો મૃતદેહ હોવાનું જણાયું હતું.

આથી રોષે ભરાયેલા સંબંધીઓ મોક્ષધામમાંથી સીધા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.તેણે ત્યાં હાજર ડોક્ટરો અને કર્મચારીઓને જવાબ પૂછ્યો હતો. ઉપરાંત હોસ્પિટલમાં ભાંગફોડ કરી હતી, જેને લઈ વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસ પણ ત્યાં પહોંચી હતી. પૂછપરછમાં એવું જાણ મળ્યું હતું કે નિવૃત્ત પોલીસ દિગંબર શેળકેનું પણ શનિવારે જ મૃત્યુ થયું હતું. જોકે બિલની રકમ જમા નહીં થવાથી મૃતદેહ હોસ્પિટલે આપ્યો નહોતો. બીજી બાજુ ગજભિયેનો મૃતદેહ સમજીને શેળકેનો મૃતદેહ ગજભિયેના સંબંધીઓને આપી દેવાયો હતો.

ડો. સારિકા શાહે જણાવ્યું હતું કે ગજભિયેનો મૃતદેહ હોસ્પિટલ દ્વારા સંબંધીઓને આપવામાં આવ્યો જ નહોતો. આથી હવે તે મૃતદેહ ગજભિયેના પરિવારજનો કઈ રીતે લઈ ગયા એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. દરમિયાન આ ધાંધલધમાલ ચાલતી હતી ત્યારે હોસ્પિટલમાં એક જમ્બો સિલિંડરમાંનો ઓક્સિજન ખતમ થઈ ગયો હતો.

આથી તે વોર્ડના દર્દીના સંબંધીઓ નીચે પોલીસ પાસે દોડી આવ્યા હતા. તુરંત ઓક્સિજનની વ્યવસ્થા કરો એવી તેમની માગણી હતી. મૃતદેહ અદલાબદલીનો મામલો ઉકેલવા માટે પોલીસ વ્યસ્ત હતી ત્યાં આ નવી મુસીબત આવી પડી હતી. આખરે 15-20 મિનિટ પછી ઓક્સિજન લઈને એક વાહન હોસ્પિટલમાં આવતાં દર્દીના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...