તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માહિમ બીચ સૌંદર્યકરણ:મહાપાલિકા દ્વારા માહિમ સમુદ્રકિનારાનો કાયાકલ્પ કરાયો

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

માહિમ રેતીબંદર સમુદ્રકિનારાનો મહાપાલિકા દ્વારા સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગંદકી, અતિક્રમણ, આડેધડ પાર્ક કરેલાં વાહનોથી આ ચોપાટી કદરૂપી બની ગઈ હતી. તેમાં વળી ગર્દુલ્લાઓનો પણ ત્રાસ વધ્યો હતો. આખરે આ સર્વ સમસ્યાઓ પર માત કરીને મહાપાલિકા દ્વારા સુશોભિકરણ કરવામાં આવ્યું છે. ચોપાટી પર પાંચ ફૂટ સુધી રેતી ફેરાવવામાં આવી છે. સંરક્ષક દીવાલનું સમારકામ કરાયું છે. દીવાલો પર મુંબઈની સાંસ્કૃતિક વિશિષ્ટતાઓ દર્શાવતાં લલિત ચિત્રો દોરવામાં આવ્યાં છે. હથેળીમાં ઝાડનું જતન કર્યાનું નૈસર્ગિક શિલ્પ તૈયાર કરાયું છે, જે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન સુરક્ષિત હાથોમાં હોવાનો સંદેશ આપે છે.

કિનારે ઝાડ વાવવામાં આવ્યાં છે. તેમાં તેજગતિથી ફૂંકાવા પવનની ગતિને ઓછી કરતાં ઝાડનાં 200 રોપાંનો સમાવેશ થાય છે. ટિકોમાનાં 350, ચાફાનાં 200, બાંબૂનાં 300 રોપ લગાવવામાં આવ્યા છે. બાંબૂની વાડ બનાવવામાં આવી છે. કસરત માટે લાકડાથી બનાવેલાં સાધનો અને ઉપકરણો ગોઠવવામાં આવ્યાં છે. 30 મીટર ઊંચો વ્યુઈંગ ટાવર બનાવવામાં આવ્યો છે, જેની પરથી બાંદરા- વરલી સી-લિંક સાથે અરબી સમુદ્રનો સુંદર નજારો જોઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...