નિર્ણય:1993 બોમ્બધડાકા કેસના ૪ આરોપીના પેરોલ નકાર્યા

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં થયેલા 1993ના સાંકળી બોમ્બધડાકા સાથે સંબંધિત કેસના 4 દોષીઓને હાઈ કોર્ટે કોરોનાની પાર્શ્વભૂમિ પર ઈમર્જન્સી પેરોલ આપવાનું નકાર્યું હતું. ચાર જણ સરદાર શાહવલી ખાન, મોહમ્મદ ફરીદુલ્લા કુરેશી, નિયાઝ અહમદ અને શેખ અલી ઉમરને સ્પેશિયલ ટાડા કોર્ટે દોષી કરાર આપ્યો હતો. આ ચારેય હરસુલ સેંટ્રલ જેલમાં જન્મટીપની સજા ભોગવી રહ્યા છે. સરદાર શાહવલી ખાન આ કેસના મુખ્ય આરોપી ટાઈગર મેમણનો ખાસ સાગરીત છે અને બોમ્બધડાકાનું ષડયંત્ર રચવા માટે સ્પેશિયલ ટાડા કોર્ટે એને દોષી કરાર આપ્યો હતો. કોરોનાની પાર્શ્વભૂમિ પર જેલમાં ગિરદી ઓછી કરવાની દષ્ટિએ સરકારે 8 મેના કાઢેલી અધિસૂચનાનો આધાર લેતા ચારેય આરોપીઓએ જેલ પ્રશાસન પાસે ઈમર્જન્સી પેરોલની માગણી કરી હતી.

પણ ચારેય આરોપીઓને ત્રાસવાદના ગંભીર આરોપ હેઠળ દોષી કરાર આપવામાં આવ્યો છે. તેથી તેમને કોરોનાની પાર્શ્વભૂમિ પર પેરોલ મંજૂર કરી શકાય નહીં એમ નોંધતા જેલ પ્રશાસને તેમની માગણી ફગાવી દીધી હતી. એના વિરુદ્ધ ચારેય જણે હાઈ કોર્ટમાં દાદ માગી હતી. જજ ટી.વી.નલાવડે અને જજ એમ.જી.સેવલીકરની ખંડપીઠે જેલ પ્રશાસનના નિર્ણયને યોગ્ય ગણાવતા ચારેય આરોપીઓને પેરોલ બાબતે રાહત આપવાનો નકાર આપ્યો હતો. સરકારે 8 મેના અધિસૂચના કાઢતા એમાં આર્થિક ગુનાઓ સહિત ગંભીર ગુનાઓના આરોપીઓને કોરોનાની પાર્શ્વભૂમિ પર જામીન, પેરોલ અથવા ફર્લો આપી શકાય નહીં એમ સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...