તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવક:મુંબઈમાં સ્ટેમ્પ ડ્યુટી કપાત પછી 1.2 લાખ કરોડ મૂલ્યની મિલકતોની નોંધણી

મુંબઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માર્ચમાં વિક્રમી 17,728 યુનિટ્સની નોંધણી સાથે વર્ષ દર વર્ષ 3.7 ગણો વધારો

લોકડાઉનને લીધે ઠપ થયેલા રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં નવો પ્રાણ ફૂંકવા માટે ઓગસ્ટ 2020થી મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવાને લીધે છેલ્લા સાત મહિનામાં રૂ. 1.2 લાખ કરોડ મૂલ્યની મિલકતોની નોંધણી થઈ છે. આ થકી રૂ. 2914 કરોડની સ્ટેમ્પ ડ્યુટી થકી આવક થઈ છે. 31 માર્ચ, 2021માં ડ્યુટીમાં છૂટના છેલ્લા દિવસ સુધી 17,728 યુનિટની વિક્રમની નોંધણી થઈ હતી, જે વર્ષ દર વર્ષ 3.7 ગણાથી વધુ છે. 1લી જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2021 સુધી સ્ટેમ્પ ડ્યુટી પાંચ ટકા પરથી 3 ટકા કરવામાં આવી હતી. ઓગસ્ટ 2020થી 31 ડિસેમ્બર, 2020 સુધી 5 ટકા પરથી 2 ટકા કરાઈ હતી.

નાણાકીય વર્ષ 2020માં 67,196 યુનિટ્સની નોંધણી થઈ, જ્યારે 2021માં 88,068 યુનિટ્સની નોંધણી થઈ હતી.સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ પછી ઓગસ્ટ 2020માં 2662 યુનિટ્સની નોંધણી થઈ હતી, જે સપ્ટેમ્બરમાં 5597 સુધી વધી હતી. ઓક્ટોબર અને નવેમ્બરના તહેવારના મહિનામાં તે અનુક્રમે 7929 અને 9301 યુનિટ્સની નોંધણી અને ડિસેમ્બરમાં એક મહિનામાં આજ સુધીની સર્વોચ્ચ 19,584 યુનિટ્સની નોંધણી થઈ હતી. જાન્યુઆરી 2021માં 10,412 યુનિટ્સ, ફેબ્રુઆરી 2021માં 10,172 અને માર્ચ 2021માં ફરી એક વાર વિક્રમી 17,728 યુનિટ્સની નોંધણી થઈ હતી.

મુંબઈમાં એકલા માર્ચમાં રૂ. 875 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભેગી થઈ હતી, જ્યારે ડિસેમ્બર 2020માં રૂ. 681 કરોડની થઈ હતી. જોકે નાણાકીય વર્ષ 2020માં રૂ. 5357 કરોડની તુલનામાં 2021માં એકંદર સ્ટેમ્પ ડ્યુટી રૂ. 3474 કરોડ જ જમા થઈ હતી.આમ છતાં 2020માં રૂ. 89,277 કરોડના વેચાણ મૂલ્યની સામે 2021માં રૂ. 1.31 લાખ કરોડ સાથે 47 ટકા વધારો થયો છે. ઓગસ્ટ 2020માં સ્ટેમ્પ ડ્યુટી ઘટાડ્યા પછી મુંબઈમાં 1.2 લાખ કરોડ મૂલ્યની મિલકતોની નોંધણી થઈ હતી. ઓગસ્ટ 2020માં રૂ. 3528 કરોડ મૂલ્યની મિલકતો વેચાઈ હતી, સપ્ટેમ્બર 2020માં રૂ. 9025 કરોડ, ઓક્ટોબરમાં રૂ. 11,640 કરોડ, નવેમ્બરમાં રૂ. 14,395 કરોડ મૂલ્યની મિલકતો વેચાઈ હતી.સરકારે મુદત હજુ વધારવી જોઈએ.

ક્રેડાઈદરમિયાન ક્રેડાઈ એમસીએચઆઈના સેક્રેટરી પ્રિતમ ચિવુકુલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ 1 એપ્રિલ પછી પણ ચાલુ રાખવાનું અપેક્ષિત હતું. મહામારીને લીધે ઘણા બધા લોકો તેમનું સપનાંનું ઘર વસાવી શક્યા નથી. આથી કમસેકમ એક વર્ષ માટે છૂટ વધારવામાં આવે તો વંચિત ઘણા બધા લોકો સપનાનું ઘર ખરીદી કરવા આગળ આવશે. અમે સરકારને તેના નિર્ણય પર ઘર ખરીદદારોની ભલાઈ માટે ફેરવિચાર કરવાની વિનંતી કરવાનું ચાલુ રાખીશું.

ડિસેમ્બર 2020એ રચ્યો વિક્રમ
ડિસેમ્બર 2020માં રૂ. 34,025 કરોડ મૂલ્યની મિલકતોનું વેચાણ થયું હતું. આ પછી જાન્યુઆરી 2021માં રૂ. 10,170 કરોડ, ફેબ્રુઆરી 2021માં રૂ. 11,745 કરોડ, માર્ચ 2021માં રૂ. 29,166 કરોડ મૂલ્યની મિલકતો વેચાઈ હતી, એમ પ્રોપસ્ટેકના વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે. સરેરાશ મિલકત મૂલ્યની વાત કરીએ તો ઓગસ્ટમાં રૂ. 1.34 કરોડ, સપ્ટેમ્બરમાં રૂ. 1.61 કરોડ, ડિસેમ્બરમાં રૂ. 1.74 કરોડ, માર્ચ 2021માં રૂ. 1.65 કરોડ રહ્યું હતું. આ દર્શાવે છે કે પ્રીમિયમ પ્રોપર્ટીઓનો હિસ્સો વધ્યો છે. આથી જ 2020માં રૂ. 1.33 કરોડની સામે 2021માં વેચાયેલી મિલકતો રૂ. 1.49 કરોડ સાથે 12 ટકા વધી છે.

મુંબઈએ માર્ચમાં સૌથી વધુ સ્ટેમ્પ ડ્યુટી આપી
મુંબઈએ માર્ચ 2021માં સૌથી વધુ સ્ટેમ્પ ડ્યુટી આપી છે. દેખીતી રીતે જ સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ આપી તેનું આ પરિણામ છે. હવે 1 એપ્રિલ, 2021થી મહારાષ્ટ્ર સરકારે રેડી રેકનર 2021-22ના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ નિયમિત 5 ટકાનો સ્ટેમ્પ ડ્યુટી દર લાગુ કર્યો છે. આને કારણે ફરી એક વાર નોંધણીમાં ઘટાડો થવાની ધારણા છે. છેલ્લે 2018માં 8327 યુનિટ્સની નોંધણી થઈ હતી તે સર્વોચ્ચ સંખ્યા હતી. આ પછી ફેબ્રુઆરી 2020 સુધી વર્ષમાં આશરે 5000થી 6000 વચ્ચે યુનિટ્સની નોંધણી થતી રહી છે, જે હવે પછી આ રેખામાં આવશે, એમ નિષ્ણાતો કહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો