તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજિસ્ટ્રેશન:મુંબઈમાં 6784 યુનિટ્સના રજિસ્ટ્રેશન સાથે નોંધણીમાં 157%નો ઉછાળો

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા ઘર ખરીદદારો દ્વારા 4 ટકા રજિસ્ટ્રેશનઃ ઓગસ્ટ 2021માં શ્રેષ્ઠ નોંધણી

કોવિડની બીજી લહેર ઓસરવા સાથે મુંબઈ મહાનગર પ્રદેશ (ચર્ચગેટથી દહિસર અને કોલાબાથી મુલુંડ) વચ્ચે ઠપ પડેલા રિયલ એસ્ટેટ પ્રકલ્પોમાં અચાનક નવો પ્રાણ ફૂંકાયો છે. ઓગસ્ટ 2020ની તુલનામાં ઓગસ્ટ 2021માં 6784 યુનિટ્સના રજિસ્ટ્રેશન સાથે નોંધણીમાં 157 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ નોંધાઈ છે, એમ આ વિશે સંશોધન કરનાર નાઈક ફ્રેન્ક ઈન્ડિયાના સીએમડી શિશિર બૈજલે જણાવ્યું હતું. વળી, આમાં 92 ટકા ઘરની નોંધણી 6241 યુનિટ્સનાં નવાં વેચાણમાંથી આવી છે, જે ઓગસ્ટ 2021માં વેચાયાં હતાં.

નવું ઘર વેચાણ જુલાઈ 2021માં 53 ટકા થયું છે, જે જૂનમાં 42 ટકા હતું, જ્યારે એપ્રિલમાં ફક્ત 7 ટકા હતું. મહિલા ખરીદદારોની ટકાવારી જોકે 271 રજિસ્ટ્રેશન સાથે આશરે 4 ટકા સાથે સ્થિર રહી છે. ઓગસ્ટ 2021માં 6241 નવાં ઘરોનું વેચાણ થયું હતું તે જુલાઈના 5244 કરતાં 19 ટકા વધુ હતું, જૂન 2021માં 3300 કરતાં 89 ટકા વધુ, મે 2021માં 1554 કરતાં 302 ટકા વધુ અને એપ્રિલ 2021માં 710 કરતાં 780 ટકા વધુ હતું. મહિલા ખરીદદારોમાં નિરુત્સાહ : સરકારે મહિલા પોતાને નામે ઘર ખરીદી કરે તો સ્ટેમ્પ ડ્યુટીમાં 1 ટકાની રાહત ઓફર કરી છે.

આમ છતાં એપ્રિલ 2021થી મહિલા ઘર ખરીદદારોનો હિસ્સો ફક્ત 4 ટકા રહ્યો હતો. જો મહિલા ખરીદદારોને વધુ પ્રોત્સાહન આપવું હોય તો સરકારે તેમને માટે સ્ટેમ્પ ડ્યુટીમાં વધુ ઘટાડો કરીને પ્રયોગ કરવો જોઈએ, કારણ કે જાન્યુઆરી 2021થી માર્ચ 2021માં વધુ રાહતો સમયે મજબૂત વેચાણ જોવા મળ્યું હતું. રૂ. 1 કરોડથી ઓછાનું વેચાણ વધ્યું : રૂ. 1 કરોડ અને ઓછાની શ્રેણીમાં ઘરોનું વેચાણ એપ્રિલ 2021ની તુલનામાં ઓગસ્ટ 2021માં 6.9 ટકા વધ્યું છે.

રાજ્ય સરકારને ઓગસ્ટ 2021માં રૂ. 400 કરોડની મહેસૂલી આવક સ્ટેમ્પ ડ્યુટીના સ્વરૂપમાં થઈ છે, જે 2019ની માસિક સરેરાશની નજીક છે, જ્યારે ઓગસ્ટ 2020ની તુલનામાં વર્ષ દર વર્ષ 4 ગણો વધારો થયો છે. મહામારી પછી મજબૂત બાઉન્સ બેક : મુંબઈમાં રિયલ એસ્ટેટમાં મહામારી પછી મજબૂત બાઉન્સ બેક જોવા મળ્યું છે. નવાં વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને રૂ. 1 કરોડ સુધીની કિંમતનાં ઘરનાં વેચાણમાં વધારો થયો છે. આગામી તહેવારની મોસમમાં માગણીમાં વધુ વધારો થવાની ધારણા છે, એમ બૈજલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...