તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:સિટીસ્કેનમાં પોઝિટિવ હશો તો RCPTR ટેસ્ટ ફરજિયાત

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં ટેસ્ટ કરાવવો પડશે: આરોગ્ય વિભાગ

સિટીસ્કેન દ્વારા ટેસ્ટ કરવામાં આવેલા કોરોનાગ્રસ્તોની સારવાર, તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની શોધ અને દર્દી તરીકે નોંધણી કરવા માટે હવે નિદાન કેન્દ્રોએ (ડાયેગ્નોસ્ટિક સેંટર) સ્થાનિક પ્રશાસનને દર્દીઓની માહિતી આપવી ફરજિયાત રહેશે. આ દર્દીઓની આરટીપીસીઆર ટેસ્ટ ચોવીસ કલાકની અંદર કરવાનો આદેશ આરોગ્ય વિભાગે અધિસૂચના દ્વારા કાઢ્યો છે.

આરટીપીસીઆર ટેસ્ટ બાબતની શંકા અને મહાપાલિકા યંત્રણાની મગજમારીથી બચવા માટે સિટીસ્કેન ટેસ્ટ દ્વારા કોરોનાનું નિદાન કરાવવાનું પ્રમાણ વધી રહ્યું છે. આવા દર્દીઓની સારવાર બાબતે દ્વિધા નિર્માણ થાય છે. રાજ્યની કેટલીક હોસ્પિટલોમાં સિટીસ્કેન ટેસ્ટ દ્વારા કોરોનાગ્રસ્તોનું નિદાન કરીને સારવાર કરવામાં આવે છે. તેથી આવા દર્દીઓની નોંધ સંબંધિત યંત્રણા પાસે કરવામાં આવતી નથી. આવા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધ અને ટેસ્ટ પણ થતી નથી. તેથી રોગચાળાના ફેલાવાનું જોખમ હોવાથી આ દર્દીઓની ટેસ્ટ બાબતનો આદેશ આરોગ્ય વિભાગે આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો