તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસ:નવા વર્ષમાં ફુગાવાના નવા લક્ષ્યાંક સાથે પરિવર્તનો કરશે આરબીઆઈ, માર્ચ 2021માં ગ્રોસ NPA 12.5 ટકા વધશે

મુંબઇ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2020 : દેશની ઈકોનોમીને બચાવવામાં આરબીઆઈએ મુખ્ય ભૂમિકા ભજવી

આરબીઆઈએ 2020માં દેશની ઈકોનોમીને બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જેની શરૂઆત 6 માર્ચે યસ બેન્કને બચાવવા હાથ ધરાયેલી પ્રક્રિયાથી થઈ હતી. અને માર્ચમાં જ દેશમાં કોરોનાની શરૂઆત થઈ. ડબ્લ્યુએચઓએ વૈશ્વિક મહામારી જાહેર કર્યા બાદ લોકડાઉનની સ્થિતિમાં કથળી રહેલી નાણાકીય સ્થિતિને નિયંત્રણમાં લેવા આરબીઆઈ તત્પર રહી હતી. 3 સપ્તાહમાં જ આરબીઆઈની રેટ નક્કી કરતી પેનલ બચાવકર્મી તરીકે બહાર આવી. વ્યાજદરમાં 0.70 ટકાનો ઘટાડો કર્યો. કેશ રિઝર્વ રેશિયો 1 ટકા ઘટાડ્યો. તેમજ લોનની ચૂકવણી માટે 3 માસનો મોરેટોરિયમ પિરિયડ આપ્યો.

ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન્સ મારફત લિક્વિડિટીને ટેકો આપવાની ખાતરી કરી. કેન્દ્ર સરકાર સહિત વિશ્વ રાહત પેકેજો જારી કરી રહ્યા હતા. પરંતુ દેશની નાણાકીય સ્થિતિને અંકુશમાં લેવાનુ કામ આરબીઆઈએ કર્યુ હતું. લોન મોરેટોરિયમ માટે વધુ 3 મહિનાનો સમય આપ્યો. વ્યાજદરમાં વધુ 0.45 ટકાનો ઘટાડો કરવા ભલામણ કરી હતી. લોકડાઉનના લીધે સપ્લાય ચેઈન ખોરવાઈ હતી. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ફ્લેશન ઈન્ડેક્સ 6 ટકાની સપાટી કુદાવી ગયો હતો. આરબીઆઈ ફુગાવામાં વૃદ્ધિ પાછળના કારણો સમજાવી ટીએલટીઆરઓ જેવા પગલાં લઈ જીડીપી ગ્રોથમાં રિકવરી લાવવા પ્રયાસ કર્યો. ઓક્ટોબરમાં છ સભ્યોની એમપીસીમાં નવા 3 સભ્યોની નિમણૂક થઈ. જેઓ ફુગાવાનો નવો લક્ષ્યાંક માર્ચમાં જારી કરશે.

માર્ચ, 2021માં ગ્રોસ એનપે 12.5 ટકા વધશે : આરબીઆઈ
આરબીઆઈએ માર્ચ, 2021માં ગ્રોસ એનપીએ 12.5 ટકા વધવાનો અંદાજ મૂક્યો છે. જે માર્ચ, 2020માં 8.5 ટકા હતો. આર્થિક રિકવરી એનપીએમાં ઘટાડો કરવામાં મદદરૂપ થશે. રોકાણ પ્રવાહમાં વૃદ્ધિ કરવા તેમજ રૂપિયાનુ મૂલ્ય જાળવી રાખવામાં પણ આરબીઆઈએ જે ભૂમિકા ભજવી હતી. તે પ્રશંસનીય રહી છે. 18 ડિસેમ્બર સુધીમાં ફોરેક્સ રિઝર્વ 581 અબજ ડોલર રહી હતી.

2021 : વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા નહીવત્
નિષ્ણાતોએ 2021માં આરબીઆઈ દ્રારા વ્યાજદરમાં વધુ કોઈ ઘટાડો ન થવાની અપેક્ષા વ્યક્ત કરી છે. ઈકોનોમીમાં ફુગાવો વધ્યો છે. જે સ્ટેગફ્લેશનમાંથી પસાર થઈ રહ્યા હોવાનો નિર્દેશ કરે છે. જે બેરોજગારીનો દર વધવાનો, ગ્રોથમાં ઘટાડો તેમજ ફુગાવોમાં વૃદ્ધિનો સંકેત છે. આરબીઆઈ સરકાર માટેના દેવાના ખર્ચમાં ઘટાડો કરવા સક્ષમ હોવાનુ ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યુ છે. મહામારીના લીધે દેવાનુ વિસ્તરણ 6 ટકાથી નીચે રહ્યુ હતું. જે 16 વર્ષના તળિયે છે.

યસ બેન્ક અને લક્ષ્મીવિલાસ બેન્કને ઉગારી
આરબીઆઈએ 2020માં યસ બેન્ક અને લક્ષ્મી વિલાસ બેન્કને નાદાર થતી બચાવી
છે. જેના ઝડપી રિઝોલ્યુશન કર્યા છે. એસબીઆઈએ યસ બેન્કને રૂ. 10,000 કરોડની મૂડી ઠાલવવામાં આવી હતી. જો કે, આરબીઆઈ કો-ઓપરેટીવ બેન્ક પીએમસી બેન્કને ક્રાઈસિસમાંથી બહાર લાવવામાં વધુ સફળ રહી ન હતી.

અન્ય સમાચારો પણ છે...