માવઠું:મુંબઈ સહિત રાજ્યમાં કમોસમી વરસાદ પડતાં રવી પાક જોખમમાં

મુંબઇ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થાણે, કલ્યાણ- ડોંબિવલી, નવી મુંબઈમાં પણ જોરદાર વરસાદ પડ્યો

ભરશિયાળામાં મુંબઈ સહિત રાજ્યમાં ઠેકઠેકાણે અચાનક ભારે વરસાદે હાજરી નોંધાવતાં રબી પાક જોખમમાં આવી ગયો છે, જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રવિવારે રાત્ર મુંબઈ સહિત ઉપનગરોમાં અને પુણેમાં અચાનક જોરદાર વરસાદ પડ્યો હતો. આ સાથે થાણે, કલ્યાણ- ડોંબિવલી, નવી મુંબઈમાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો.દાદર, માહિમ, વરલી, સાંતાક્રુઝ, દક્ષિણ મુંબઈ સાથે ઉપનગરોમાં પણ રવિવારે રાત્રે અચાનક વરસાદ પડ્યો હતો. પૂર્વ મધ્ય અને પશ્ચિમ મધ્ય અરબી સમુજદ્રાણ ઓછા દબાણનું ક્ષેત્ર છે. આથી આગામી બે દિવસ રાજ્યમાં ગડગડાટ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.

અરબી સમુદ્રમાં ઓછા દબાણનું ક્ષેત્ર તૈયાર થવાથી કોંકણ સાથે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં આગામી બે દિવસમાં મધ્યમથી મુશળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વીજના ગડગડાટ સાથે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, પુણે, અહમદનગર, નાશિક, બીડ, લાતુર, ઉસ્માનાબાદમાં વરસાદનો ઈશારો આપવામાં આવ્યો છે. આ સમયે પવન પ્રતિકલાક 30થી 40 કિમી ગતિથી ફૂંકાશે. માછીમારોને પણ સમુદ્રમાં સાહસ નહીં ખેડવા માટે ઈશારો આપવામાં આવ્યો છે, કારણ કે સમુદ્રમાં પ્રતિકલાક 60 કિમી ગતિથી પવન ફૂંકાશે, એમ હવામાન વિભાગે આગાહી કરી છે.છેલ્લા થોડા દિવસથી મુંબઈ સહિત રાજ્યમાં ઠેકઠેકાણે આંતરે આંતરે વરસાદ પડી રહ્યો છે. ભરશિયાળામાં પડેલા વરસાદને લીધે રબી પાક સામે જોખમ ઊભું થયું છે. અમુક ક્ષેત્રમાં મોઢા સુધી આવેલો પાક વરસાદને લીધે ધોવાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...