તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યપાલને શુભેચ્છા:રાજ્યપાલને રાઉતની શુભેચ્છાઃ વિધાનસભ્યોની યાદ અપાવી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ સહેજમાં રૂબરૂ થતાં રહી ગયા

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીનો ગુરુવારે જન્મદિવસ હોવાથી દરેક પક્ષના નેતાઓએ શુભેચ્છા આપી હતી, પરંતુ શિવસેનાના સાંસદ સંજય રાઉતની શુભેચ્છા વિશેષ રહી હતી. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજભવન પર જઈને રાજ્યપાલને શુભેચ્છા આપી હતી. આ પછી રાઉતે તેમની આગવી શૈલીમાં શુભેચ્છા આપી હતી.

આ પછી તેમણે રાજ્યપાલ નિયુક્ત 12 વિધાનસભ્યોની નિયુક્તિનો માર્ગ મોકળો કરીને મહારાષ્ટ્રને મીઠી ભેટ આપવાનો અનુરોધ આ નિમિત્તે કર્યો હતો.ઠાકરે, ફડણવીસ, કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે, ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સહિત બધા જ રાજકીય પક્ષના નેતાઓએ રાજ્યને શુભેચ્છા આપી હતી. ખાસ કરીને રાજ્યપાલના ક્વોટામાંથી 12 વિધાનસભ્યોની યાદીને મંજૂરી નહીં આપી નહીં હોવાથી નારાજી હોવા છતાં ઠાકરેએ રાજભવનમાં જઈને રાજ્યપાલને શુભેચ્છા આપી હતી. આ સમયે ઠાકરે અને ફડણવીસ એકબીજા સાથે રૂબરૂ થતાં રહી ગયા હતા.

યુતિ તૂટી ગયા પછી બંને નેતા શક્યતઃ સામસામે આવ્યા નથી. ગુરુવારે બપોરે 12 વાગ્યે ફડણવીસ રાજ્યપાલને શુભેચ્છા આપવા માટે ગયા હતા. તેમનો કાર કાફલો બહાર નીકળતો હતો ત્યારે મુખ્ય મંત્રી ઠાકરેને કાર કાફલો રાજભવનમાં દાખલ થયો હતો.દરમિયાન ઠાકરે સરકારે ભલામણ કરેલા રાજ્યપાલ નિયુક્ત 12 વિધાનસભ્યનો પ્રશ્ન ફરી એક વાર એરણે ચઢ્યો છે.

એક બાજુ આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીની અપીલ પર 15 જૂને સુનાવણી થઈ હતી. તે સમયે 12 નામની યાદી રાજ્યપાલ પાસે સુરક્ષિત હોવાનું તેમને જણાવવામાં આવ્યું હતું. બીજી બાજુ આ નિયુક્તિ તુરંત કરવા બાબતે હાઈ કોર્ટમાં જાહેર હિત અરજી કરવામાં આવી છે. રાજ્ય સરકારને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપીને કોર્ટે 25 જૂને આગામી સુનાવણી રાખી છે.

અન્ય સમાચારો પણ છે...