ધમકી:ટીવી અભિનેત્રી માહીની કારને અડફેટે લીધા બાદ રેપની ધમકી

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જાણ કરતાં મદદનું આશ્વાસન આપ્યું

ટીવી અભિનેત્રી માહી વીજની કારને શનિવારે એક વ્યક્તિએ ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ તે વ્યક્તિ માહી વિજ સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો અને રેપની ધમકી આપી હતી. માહીએ આ ડરામણી ઘટના અંગે સોશિયલ મિડિયામાં વાત કરી છે. માહી સાથે 7 મેના રોજ આ ઘટના બની હતી. કારમાં માહીની સાથે દીકરી તારા પણ હતી. માહીએ હવે મુંબઈ પોલીસની મદદ માગી છે.

માહીએ એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તે વ્યક્તિનો કારનો નંબર જોવા મળે છે. આ કારે માહીની કારને ટક્કર મારી હતી. આ સાથે માહીએ કહ્યું હતું, ‘આ વ્યક્તિએ મારી કારને ટક્કર મારી, ગાળો આપી અને પછી રેપની ધમકી આપી. તેની પત્નીને ગુસ્સો આવ્યો અને પછી તેણે કહ્યું કે છોડી દે આને. મુંબઈ પોલીસ મને આ વ્યક્તિને શોધવામાં મદદ કરે, આ વ્યક્તિ મારા માટે જોખમી છે.’

મુંબઈ પોલીસે જવાબ આપતાં કહ્યું હતું, ‘પ્લીઝ તમારા નજીકના પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરો.’ માહીએ પછી કહ્યું હતું કે તે પોલીસ સ્ટેશનમાં ગઈ અને તેને મદદનું આશ્વાસન આપવામાં આવ્યું છે. માહી સાથે બનેલી ઘટનાની જાણ થતાં યુઝર્સ રોષે ભરાયા હતા. તેમણે માહીની હિંમતના વખાણ કર્યા હતા અને આવા લોકોને બિલકુલ સહન ના કરવા જોઈએ તેમ કહ્યું હતું. માહીએ 2011માં ટીવી અભિનેતા જય ભાનુશાલી સાથે લગ્ન કર્યાં હતાં. 2017માં તેમણે બે બાળકો દત્તક લીધા હતા. 2019માં માહીએ દીકરી તારાને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદથી માહી અભિનયથી દૂર છે. 2020માં માહી રિયાલિટી શો ‘મુઝસે શાદી કરોંગે’માં જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...