કાર્યવાહી:રાજ ઠાકરેના નામે ખંડણી .ફિલ્મોદ્યોગના ત્રણની અટક

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મરાઠી અભિનેત્રીને પોલીસે નોટિસ મોકલી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેને નામે ખંડણીની માગણી કરવાની ઘટના સામે આવી છે. આ બાબતનો એક વિડિયો પણ હાલમાં વાઈરલ થઈ ગયો છે. રાજ ઠાકરેનું નામ લઈને એક સિક્યુરિટી ગાર્ડને ધાકધમકી આપવામાં આવી રહી હોવાનો વિડિયો બહાર આવ્યા પછી મલાડના માલવણી પોલીસે આ સંબંધે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

તું રાજ ઠાકરેનો ઓળખતોનથી, કામ કોના માટે કરી રહ્યો છે, મહારાષ્ટ્રમાં, મુંબઈમાં રહેવું છે ને, એમ કહીને એક સિક્યુરિટી ગાર્ડની મારઝૂડ કરીને મનસે અધ્યક્ષ રાજ ઠાકરેને નામે ખંડણી માગવામાં આવી રહી છે એવો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થયો હતો. પોલીસે પકડેલા લોકોમાં દિગ્દર્શક મિલન વર્મા, નિર્માતા યુવરાજ બોરાડે અને ડ્રાઈવર સાગર સોલણકરનો સમાવેશ થાય છે. ઉપરાંત પોલીસે આ પ્રકરણે એક મરાઠી અભિનેત્રીને પણ નોટિસ મોકલી છે. આ અભિનેત્રી મનસેની કાર્યકર્તા હોવાનું કહેવાય છે. શકમંદ આરોપીઓએ મલાડના મઢ વિસ્તારના એક બંગલોના સિક્યુરિટી ગાર્ડની મારઝૂડ કરી હતી.

આ ઘટનાનો વિડિયો વાઈરલ થયા પછી પોલીસે ગુનો દાખલ કરીને ત્રણ જણની ધરપકડ કરી છે. માલવણી પોલીસના પીઆઈ અનુરાગ દીક્ષિત જણાવ્યું કે સંબંધિત સિક્યુરિટી ગાર્ડની ફરિયાદના આધારે કલમ 452, 385, 323, 504, 534 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હોઈ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...