તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાયખલાના રાણીબાગમાં ટૂંક સમયમાં એશિયાઈ સિંહ, દેશી રીંછ અને વરુની જોડીઓ આવશે. ગુજરાતના જુનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય અને ઈંદોરના કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયથી આ પ્રાણીઓ આવશે. એના બદલામાં આ પ્રાણી સંગ્રહાલયોને ગ્રેટ ઝિબ્રાની ૨ જોડીઓ આપવી પડશે. જોકે ઝિબ્રાની જોડી મહાપાલિકાએ વિદેશથી ખરીદવી પડશે. આ લાવી આપનારી કંપની આખરે મહાપાલિકાને મળી ગઈ છે. મહાપાલિકા એના માટે રૂ. 81,00,000 ખર્ચ કરશે.
રાણીબાગના આધુનિકીકરણનો પ્રકલ્પ મહાપાલિકાએ શરૂ કર્યો છે. એશિયાઈ સિંહ લાવવા માટે મહાપાલિકાએ છેલ્લા બે વર્ષથી ખૂબ માથાકૂટ કરી છે. જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 2 જોડી સિંહ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રાણીઓની લેવડદેવડ કરવાના ધોરણ અનુસાર એના બદલામાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયે 2 જોડી ગ્રેટ ઝેબ્રાની માગણી કરી હતી. જોકે રાણીબાગમાં ઝેબ્રા ન હોવાથી મહાપાલિકાએ એ ખરીદવા પડશે. એના માટે મહાપાલિકાએ અત્યાર સુધી ત્રણ વખત ટેંડર મગાવ્યા હતા. આખરે થાઈલેન્ડની એક કંપનીએ પ્રતિસાદ આપ્યો છે.
આમ થશે લેવડદેવડ
ખરીદી કરવામાં આવેલ ઝેબ્રાની 2 જોડીમાંથી એક જોડી જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને આપવામાં આવશે. એના બદલામાં એક જોડી એશિયાઈ સિંહ મળશે. ઝેબ્રાની બીજી જોડી ઈંદોરના પ્રાણી સંગ્રહાલયને આપવામાં આવશે. એના બદલામાં ત્યાંથી દેશી રીંછ, એશિયાઈ સિંહ અને વરુ દરેકની એક જોડી રાણીબાગને મળશે.
એશિયન સિંહો માટે વ્યવસ્થા
એશિયાઈ સિંહો માટે વિશિષ્ટ પ્રકારના પાંજરાઓનું બાંધકામ પૂરું થયું છે. એની બહારની બાજુએ ગીર ખાતેના માલધારી આદિવાસી પ્રજાતિના ઘર પ્રમાણે રચના કરવામાં આવી છે. ગીરના એશિયાઈ સિંહોની પ્રજાતિ પ્રખ્યાત હોવાથી એ મુજબ જ નિવાસસ્થાનનું કામ કરવામાં આવ્યું છે.
સિંહોની કુદરતી જરૂરિયાતો પૂરી કરવા ગુફા, સિંહને છુપાવા માટે નાના છોડવાઓ, મોટા ઝાડ, નાનું તળાવ, સિંહોને બેસવા માટે મોટા પથ્થર વગેરે આ ઠેકાણે ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.