તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિતપટ્ટો સુરક્ષિત:આપત્તિઓમાં પણ રાણીબાગનાં ઝાડ સલામત

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મે મહિનામાં આવેલા તાઉતે ચક્રવાતમાં મુંબઈના સેંકડો ઝાડ ધરાશાયી થયા હતા. ચોમાસામાં આવી ઘટનાઓ અનેક વખત બને છે. જો કે ભાયખલાના રાણીબાગમાં 4000થી વધારે ઝાડમાંથી ફક્ત 3 ઝાડ ધરાશાયી થયા હતા. પૂરતો સૂર્યપ્રકાશ અને મૂળિયા ફેલાવવા માટે પોષક જમીન તથા નિયમિત દેખભાળને કારણે મુંબઈની વચ્ચોવચ આવેલ આ હરિતપટ્ટો સુરક્ષિત રહ્યો છે. મુંબઈમાં ફેલાયેલા વિદેશી ઝાડ મોટા પ્રમાણમાં પડી રહ્યા છે ત્યારે રાણીબાગના તમામ પ્રકારના ઝાડ સુરક્ષિત ઊભા છે. ભાયખલા ખાતે 50 એકર જમીનમાં રાણીબાગ છે.

દુનિયાના સાત ખંડોમાંથી છ ખંડના પ્રજાતિઓના ઝાડ અહીં છે. કુલ 4124 ઝાડમાંથી 2987 ઝાડ વિદેશી પ્રજાતિના છે. તાઉતે ચક્રવાતના દિવસે સાતોડિયા અને ગુલમોહર એમ બે વિદેશી પ્રજાતિના ઝાડ તથા દેશી પ્રજાતિના અશોકનું એક ઝાડ ધરાશાયી થયું હતું. બીજા કોઈ પણ ઝાડને હાની પહોંચી નહોતી.

ઝાડ એકબીજાને ટેકો આપે છે
રસ્તા પર અનેક વખત વિવિધ કારણોસર ખોદકામ થતા હોય છે. એમાં આસપાસના ઝાડના મૂળિયા કાપવામાં આવે છે. તેથી આ ઝાડ નબળા પડે છે. રાણીબાગમાં દરેક ઝાડની ફરતે બધે જ ઝાડ હોવાથી જમીનની નીચે ઝાડના મૂળિયાનું જાળું તૈયાર થયું છે. તેથી આ ઝાડ એકબીજાને પકડી રાખે છે એવી માહિતી ઉદ્યાન અધિક્ષક જીતેન્દ્ર પરદેશીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...