તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Rane's Jan Ashirwad Yatra Continues Despite Clash With Shiv Sena, Let's See How Far Shiv Sena Jumps: Rane

વિવાદ:શિવસેના સાથે ટકરાવ ચાલુ છતાં રાણેની જન આશીર્વાદ યાત્રા જારી, શિવસેના ક્યાં સુધી કૂદે છે જોઉં છુઃ રાણે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ટકરાવ છતાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની જન આશીર્વાદ યાત્રા કોંકણમાં ચાલુ છે. તેમની વિરુદ્ધ નાશિક, પુણે, મહાડ શહેરમાં સાઈબર સેલ અને પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ વિશે તેમણે કહ્યું, મારી યાત્રાને હજુ સુધી કોઈએ રોકી નથી. જોકે ઈર્ષા ખાતર કોઈ રોકવાના આદેશ આપી શકે છે. જોઉં છું શિવસેના ક્યાં સુધી ઊડી મારે છે. નાશિકમાં ભાજપ કાર્યાલયમાં શિવસેના દ્વારા ભાંગફોડ વિશે તેમણે જણાવ્યું તેમની આક્રમકતાની કોઈ વિસાત નથી.

અમે ડબલ આક્રમક છીએ. અમારી ઓફિસ તોડી છે, પરંતુ જો અમારો કોઈ કાર્યકર્તા કોઈના ઘર સુધી જાય તો શું થશે, તે પછી તેઓ શું કરશે, મેં શિવસેના છોડી તે જ દિવસે જૂની આક્રમકતાવાળી શિવસેના ખતમ થઈ ગઈ છે. અમે તેમને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છીએ. બે પથ્થર ફેંકવામાં કોઈ પુરુષાર્થ નથી. તેઓ ગમે તે કરે હું તેમની અંદર કેટલો પુરુષાર્થ છે તે જોઈ રહ્યો છું, એમ રાણેએ જણાવ્યું હતું.

ઠાકરે પર કેમ ગુનો દાખલ નહીં કરાયો : વિધાન પરિષદના સભ્ય પ્રસાદ લાડના વિધાન પર મુખ્ય મંત્રીએ લાડને જડબાતોડ જવાબ આપવાની વાત કરી હતી. શું આ ક્રાઈમ નથી. તેમની વિરુદ્ધ તે સમયે ગુનો કેમ દાખલ નહીં કરાયો.

લાડના વિધાન પર ઠાકરેએ જે કહ્યું હતું તેની પર પ્રતિક્રિયા આપતાં મેં કહ્યું હતું કે જો હું તે સમયે ત્યાં હોત તો લાફો મારત. આ ગુનો નથી, કારણ કે જો અને તો પર કોઈ કેસ બનતો નથી. જો મેં એવું કહ્યું હોત કે હમણાં જ કાનની નીચે તમારો મારીશ તો તે ગુનો થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

મેં કોઈ ગુનો કર્યો નથી
મેં કોઈ ગુનો કર્યો નથી. મારા વિધાનને તપાસીને પછી મારા વિશે બોલવું જોઈએ. જો પાયાવિહોણી વાત કરાશે તો હું ટીવી ચેનલવાળા વિરુદ્ધ કેસ કરી શકું છું. હું પ્રેક્ટિકલ વકીલ છું. રાજકારણમાં 52 વર્ષથી છું. સર્વ ધારાઓ સારી રીતે જાણું છું. ક્યાં ક્રાઈમ કેસ બને છે અને ક્યાં નહીં તેની પણ સંપૂર્ણ જાણકારી મને છે, એમ પણ રાણેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...