તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવસેનાની તીખી ટીકા:રાણે મહાન કે કર્તબગાર ક્યારેય નહોતા

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવસેના છોડ્યા પછી લોકસભા - વિધાનસભામાં ચાર વાર પરાભવ કર્યો

નારાયણ રાણે મહાન અથવા કર્તબગાર ક્યારેય નહોતા. શિવસેનામાં હતા ત્યારે તેમનું નામ તેઓ સત્તાની સીડી ઝડપથી ચઢ્યા તેને લીધે થયું હતું. આ સર્વ શિવસેનાના ચાર અક્ષરની કમાણી છે. હું નોર્મલ માણસ નથી એવું તેમણે ગઈકાલે જાહેર કર્યું. તો પછી શું તેઓ એબ્નોર્મલ છે કે કેમ તે તપાસવું પડશે, એવી તીખી ટીકા શિવસેનાએ પક્ષના મુખપત્ર થકી કરી છે.

રાણેએ શિવસેના છોડ્યા પછી લોકસભા અને વિધાનસભામાં ચાર વાર શિવસેનાએ તેમનો પરાભવ કર્યો છે. આથી રાણેનું ટૂંકમાં વર્ણન કરીએ તો કાણાં પડેલા ફુગ્ગા જેવું છે. આ ફુગ્ગો ગમે તેટલો ફુલાવવામાં આવે તો પણ ફૂલશે નહીં. જોકે ભાજપે હાલમાં આ કાણાવાળો ફુગ્ગો ફુલાવી બતાવવાનું નક્કી કર્યું છે. રાણેને અમુક લોકો ડ્રાઉ ડ્રાઉ કરતા દેડકાની ઉપમા આપે છે, એવી ટીકા કરી છે.

વડા પ્રધાન મોદીની કેબિનેટમાં રાણે અતિ સૂક્ષ્મ ખાતાના લઘુ ઉદ્યોગ મંત્રી છે. વડા પ્રધાન પોતાને અત્યંત નોર્મલ માણસ ગણાવે છે. તેઓ પોતાને ફકીર અથવા પ્રધાન સેવક કહે છે. આ તેમનો વિનમ્ર ભાવ છે. જોકે રાણે કહે છે હું નોર્મલ નથી.આથી કોઈ પણ ગુનો કરું તો હું કાયદાની પર છે.

રાણે અને સંસ્કારના સંબંધ ક્યારેય નહોતો. આથી કેન્દ્રીય મંત્રીપદનો થેલો ચઢાવીને રાણે એકાદ છપરી ગેન્ગસ્ટર જેવું વર્તે- બોલે છે. હાલમાં જે કાયાકલ્પ ચાલે છે તે નવનિર્મિતીમાં રાણે જેવા લોકોને માનપાન મળી રહ્યા છે. આથી જ નોર્મલ નથી એવા રાણેએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીને મારઝૂડ કરવાની બેલગામ ભાષાનો ઉપયોગ કર્યો છે.

ભાજપને મોટી કિંમત ચૂકવવી પડશે
ભાજપને આ બેતાલ બાદશાહીની મોટી કિંમત ચૂકવવી પડશે. મોદી આ બેતાલપણું સહન નહીં કરશે. મુખ્ય મંત્રી પર હાથ ઉગામવાની ભાષા કરનાર કોઈ પણ હોય, તેમના હાથ હાલમાં તો કાયદેસર માર્ગથી ઉખાડવાનું જ સારુંછે.

મોદીને મારવાનું કાવતરું રચવાના આરોપ હેઠળ અમુક વિચારકોને ફડણવીસ સરકારે જેલમાં સડાવ્યા છે. અહીં નારોબા રાણેએ મુખ્ય મંત્રીને જ મારવાની સુપારી લીધી હોય તેમ જણાય છે. આવા સુપારીબાજોની મહારાષ્ટ્રમાં શું આરતી ઉતારવી જોઈએ, એવો પ્રશ્ન શિવસેનાએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...