• Gujarati News
  • Local
  • Mumbai
  • Rana Kapoor Has Been Named As The Mastermind Behind The Yes Bank Corruption Scandal, The Enforcement Directorate Said In A Supplementary Chargesheet.

ચાર્જશીટ:યસ બેંકના ભ્રષ્ટાચારમાં રાણા કપૂર મુખ્ય સૂત્રધાર હોવાનું પ્રકાશમાં આવ્યું, એન્ફોર્સમેંટ ડિરેકટોરેટે પૂરક ચાર્જશીટમાં એવો ઉલ્લેખ કર્યો છે

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યસ બેંક ભ્રષ્ટાચારનો મુખ્ય સૂત્રધાર રાણા કપૂર જ છે. એણે ૫૦૫૦ કરોડ રૂપિયાની ત્રણ બનાવટી કંપનીઓ મારફત દુરુપયોગ કર્યો એમ એન્ફોર્સમેંટ ડિરેકટોરેટની (ઈડી)ની તપાસમાં પ્રકાશમાં આવ્યું છે. એવો ઉલ્લેખ ઈડીએ પૂરક ચાર્જશીટમાં કર્યો છે. યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરે મંજૂર કરેલી લગભગ ૪૫ હજાર કરોડ રૂપિયાની લોન ડૂબી ગઈ છે. એમાં દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડને (ડીએચએફએલ) આપેલી લોન સૌથી વધારે હતી. એના માટે જ ઈડીના મુંબઈ વિભાગે રાણા કપૂરની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આ તપાસ દરમિયાન ૫૦૫૦ કરોડ રૂપિયાની ત્રણ કંપનીઓ મારફત દુરુપયોગ કર્યાનું પ્રકાશમાં આવ્યું છે. કપૂર અને તેની પત્ની બિંદુએ મોર્ગન ક્રેડિટ પ્રાઈવેટ લિમિટેડ (એમપીસીએલ), રાબ એન્ટરપ્રાઈઝેસ અને યસ કેપિટલ પ્રાઈવેટ લિમિટેડ (વાયપીસીએલ) કંપનીઓ પોતાની ત્રણ પુત્રીઓના નામ પર ખોલી હતી. તેમ જ બીજી ૧૦૦ સબકંપનીઓ પણ સ્થાપી હતી. યસ બેંકમાંથી આ તમામ કંપનીઓ પાસે ૫૦૫૦ કરોડ રૂપિયા કરજ તરીકે આપવામાં આવ્યા જે બધું ડૂબી ગયું. એમાંથી એમપીસીએલ પાસે યસ બેંકના ૭.૦૨ લાખ શેર છે. રાબ એન્ટરપ્રાઈઝેસમાં રાણા કપૂરના પોતાના શેર હતા.

અન્ય સમાચારો પણ છે...