તપાસ:રામદાસ કદમે પરબના રિસોર્ટની માહિતી સોમૈયાને આપીઃરાષ્ટ્રવાદી

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનસેના નેતા અને રાષ્ટ્રવાદીના નેતાએ ઓડિયો ક્લિપ પણ રજૂ કરી

શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ પર્યાવરણ મત્રી રામદાસ કદમ પર રાષ્ટ્રવાદીના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંજય કદમે ગંભીર આરોપ કર્યા છે. શિવસેનાના નેતા અને પરિવહન મંત્રી અનિલ પરબના દાપોલી તાલુકાના મુરુડ ખાતેના રિસોર્ટની માહિતી રામદાસ કદમે જ ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાને આપી હોવાનો દાવો કદમે કર્યો છે.ખેડના મનસેના નગરાધ્યક્ષ વૈભવ ખેડેકર અને સંજય કદમે ખેડ ખાતે શનિવારે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ આરોપ કર્યા હતા.

આટલું જ નહીં, તેમણે પુરાવા માટે મોબાઈલ પરના સંભાષણની ઓડિયો ક્લિપ પણ રજૂ કરી હતી. અમારી મહાવિકાસ આઘાડીમાં અમુક સૂર્યાજી પિસાળ જેવા લોકો તૈયાર થઈ ગયા છે. તાલુકાના મુરુડ ખાતે રિસોર્ટની માહિતી ભાજપના માજી સાંસદ કિરીટ સોમૈયાને રામદાસ કદમે પૂરી પાડી હોવાનો આરોપ કદમે કર્યો હતો. અમારી ભૂમિકા કોંકણમાં પર્યટન વ્યવસાયની તરફેણમાં છે. રામદાસ કદમ અને પાલકમંત્રી અનિલ પરબ, મિલિંદ નાર્વેકર વચ્ચે વિવાદ હોય તો તેમણે આપસમાં સંભાળી લેવું જોઈએ.

જોકે તેમના વિવાદમાં ત્રાસ અમારા પર્યટન વ્યાવસાયિકોને થઈ રહ્યો છે. આ કોંકણની જનતા તમને ક્યારેય માફ નહીં કરશે, એવો આરોપ સંજય કદમે કર્યો હતો.જો પ્રસાદ કર્વે માહિતીનો અધિકાર અજમાવીને કશું કરતા હોય અને રામદાસ કદમનો ઉપયોગ તે માટે કરતા હોય તો કર્વે તેમને માટે પણ ભવિષ્યમાં માથાનો દુખાવો બની શકે છે. કર્વેએ મોબાઈલ પર કોલ રેકોર્ડિંગ ચાલુ રાખીને રામદાસ કદમને કોલ કર્યો તેનો અર્થ સ્પષ્ટ છે, એમ સંજય કદમે જણાવ્યું હતું.

બદનામ કરવાનું કાવતરુઃ રામદાસ : વિધાનસભાની ચૂંટણી સમયે પણ મારા અવાજની ઓડિયો ક્લિપ વાઈરલ કરવામાં આવી હતી. તેમાં હું મુસ્લિમ સમુદાયને ગાળાગાળી કરી રહ્યો છે એવું બતાવવામાં આવ્યું છે. મેં તે માટે દાવો ઠોક્યો છે. હવે ફરીથી કોર્ટમાં જઈશ. સોમૈયા સાથ મારો કોઈ સંબંધ નથી. હું પીઠમાં ખંજર ભોંકનારો નથી. હું પક્ષ કોઈ રીતે નારાજ નથી. ખોટી ક્લિપ બનાવીને મને બદનામ કરવા પ્રયાસ થઈ રહ્યો છે. હું આ માટે મુખ્ય મંત્રીને પણ મળવાનો છું, એમ રામદાસ કદમે જણાવ્યું હતું.

ઓડિયો ક્લિપમાં શું છે?
કુલ ત્રણ ઓડિયો ક્લિપ બહાર આવી છે. એકમાં રામદાસ કદમ અને પ્રસાદ કર્વે વચ્ચે વાર્તાલાપમાં એવું જણાય છે કે બંને કિરીટ સોમૈયા સાથે સંપર્કમાં છે. બીજી ક્લિપમાં રામદાસ કદમ અને પ્રસાદ કર્વે અનિલ પરબે પોતાને નામે લીધેલું વીજ જોડાણ, વિભા સાઠે નામની વ્યક્તિ ફોજદારી ગુનો દાખલ કરવાની છે, પરબ ક રીતે મુશ્કેલીમાં આ આવશે તે અંગે સંભાષણ છે. ત્રીજી ક્લિપમાં પરબનું બાંદરા કાર્યાલય તોડવાનો લોકાયુક્તે તોડવાનો આપેલો આદેશ, પરબ સામે ગુનો પણ દાખલ થશે, તેમને રિઝાઈન આપવું પડશે વગેરે સંભાષણ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...