રાજ ઠાકરે પ્રેરિત આંદોલન:રાજનું આંદોલન મહારાષ્ટ્રને 5-6 વર્ષ પાછળ ધકેલી દેશે

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની જનતા ધ્રુવીકરણને ટેકો નહીં આપે : પાટીલ

રાજ ઠાકરે પ્રેરિત આંદોલનને લીધે કાયદો અને વ્યવસ્થા બગડે નહીં અને સામાજિક શાંતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર સર્વ પગલાં લઈ રહી છે, પરંતુ રાજ ઠાકરેના આંદોલનથી મહારાષ્ટ્ર 5-6 વર્ષ પાછળ ધકેલાઈ શકે છે. આવાં આંદોલનોને લીધે મોંઘવારી, બેરોજગારીની સમસ્યા વધી શકે અને રાજ્યમાં રોકાણો આવવાનું બંધ થશે, એમ ગૃહ ખાતાના રાજ્યમંત્રી સતેજ પાટીલે જણાવ્યું હતું.

મિડિયા સાથે બોલતાં પાટીલે જણાવ્યું કે રાજ્ય સરકાર અને પોલીસ તેમનું કામ કરી રહી છે. જનતાની સલામતી અને તેમને કોઈ મુશ્કેલી નહીં નડે તે જોવાની અમારી મુખ્ય જવાબદારી છે. ગૃહ ખાતાની બેઠક લઈને કાયદો અને વ્યવસ્થા જાળવવા બધા પ્રયાસ કરાશે. રાજ્યમાં એસઆરપીએફની 87 યુનિટ્સ અને 30,000 હોમગાર્ડસને તહેનાત કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રની જનતાએ બતાવી દીધું છે કે ધ્રુવીકરણના રાજકારણને તેઓ ધ્યાનમાં નહીં લેશે.અમે રાજ્યમાં શાંતિ જાળવવામાં સફળ થયા છીએ અને દેશભરમાં જરૂરી સંદેશ પહોંચાડી દીધો છે. પોતાના રાજકીય લાભ માટે ઉશ્કેરણીજનક અને દિશાહીન ભાષણ કરવાને બદલે રાજ ઠાકરેએ જનતા દ્વારા ભોગવવામાં આવતી વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવા માટે નક્કર કામ કરવું જોઈએ.આગામી બે દિવસ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિથી મહત્ત્વના છે.

અન્ય સમાચારો પણ છે...