આયોજન:આયોધ્યા મુલાકાત પૂર્વે 22 મેએ રાજની પુણેમાં સભા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અયોધ્યા જવા પૂર્વે રાજ ઘણું કહેવા માગે છે

મનસે અધ્યક્ષ રાજ ઠાકરેની પુણેની સભાની તારીખ નક્કી થઈ છે. રાજની 21મી મેની સભા હવે 22 મેના રોજ યોજાશે. પુણેના સ્વારગેટ વિસ્તારમાં ગણેશ કલા ક્રીડા રંગમંચ ખાતે સાંજ 7 વાગ્યે આ સભા યોજાશે, એમ મનસે નેતા બાળા નાંદગાવકરે જણાવ્યું હતું.

અયોધ્યા મુલાકાત પૂર્વે રાજ પુણેમાં જાહેર સભા લેવાના છે. અગાઉ 21મીએ નદીકિનારે સભાનું આયોજન કરાયું હતું. જોકે વરસાદની શક્યતા ધ્યાનમાં લેતાં હવે રવિવાર 22 મેએ ગણેશ કલા ક્રીડા રંગમંચ ખાતે સભા લેવાનું નક્કી થયું છે.

રાજ ઠાકરે પોતાની બે દિવસીય પુણે મુલાકાત પૂરી કરીને બુધવારે જ મુંબઈ આવ્યા હત. ગુરુવારે મનસે નેતા બાળા નાંદગાવકરે રાજની મુલાકાત લીધી હતી. તે સમયે પુણેની જાહેર સભા પર ચર્ચા થઈ હતી. રાજ અયોધ્યા મુલાકાત પૂર્વે ઘણું બધું બોલવા માગે છે. આથી જ સભાનું આયોજન કરાયું છે. 21મી મેએ નદીકિમારે સભા લેવાનું આયોજન હતું, પરંતુ સભા વખતે વરસાદ પડે તો હજારો લોકોને ત્રાસ થઈ શકે. આથી સભાની તારીખ અને સ્થળ બદલવામાં આવ્યાં છે, એમ તેમણે જણાવ્યું હતું.

રાજ ઠાકરે 5 જૂને અયોધ્યાની મુલાકાતે જવાના છે. તેમની આ મુલાકાતમાં ભાજપના સાંસદ બૃજભૂષણ સિંહ સાથે અયોધ્યાના ચુનંદા સાધુસંતોએ વિરોધ કર્યો છે. બૃજભૂષણ સિંહ તો વિરોધીઓની ધાર દિવસે દિવસે તીવ્ર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...