ભાસ્કર વિશેષ:INS સુરત અને ઉદયગિરિને રાજનાથ લીલી ઝંડી બતાવશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિરેક્ટોરેટ ઓફ નેવલ ડિઝાઈન દ્વારા બંને અત્યાધુનિક યુદ્ધજહાજ ઘરઆંગણે તૈયાર કરયાં છે

ભારતીય નૌકાદળનાં બે ફ્રન્ટલાઈન યુદ્ધજહાજો પ્રોજેક્ટ 15-બી વિનાશિકા આઈએનએસ સુરત અને પ્રોજેક્ટ 17-એ ફ્રિગેટ ઉદયગિરિને રક્ષામંત્રીને હસ્તે મંગળવારે મઝગાવ ડોક્સ લિમિટેડ, મુંબઈ ખાતે લીલી ઝંડી બતાવવામાં આવશે. પ્રોજેક્ટ 15-બી કક્ષાનાં યુદ્ધજહાજો મઝગાવ ડોક ખાતે નિર્મિત ભારતીય નૌકા દળની ભાવિ પેઢીની સ્ટીલ્ધ ગાઈડેડ મિસાઈલ વિનાશિકા છે. સુરત આ પ્રોજેક્ટનું ચોથું જહાજ છે, જે પી-15-એ (કોલકતા ક્લાસ) વિનાશિકાનું નોંધપાત્ર મેકઓવર છે.

આ જહાજને ગુજરાતની વ્યાવસાયિક રાજધાની અને મુંબઈ પછી પશ્ચિમ ભારતનું દ્વિતીય સૌથી વિશાળ વ્યાવસાયિક કેન્દ્રનું નામ અપાયું છે. સુરત શહેર સમૃદ્ધ સમુદ્રિ અને જહાનિર્માણ ઈતિહાસ ધરાવે છે અને આ શહેરમાં 16મી અને 18મી સદીમાં નિર્માણ પામેલાં વહાણો દીર્ઘાયુષ્ય માટે જાણીતાં હતાં (100 વર્ષથી વધુ). સુરત બ્લોક નિર્માણ પદ્ધતિથી નિર્માણ કરાયું છે, જેમાં બે અલગ અલગ ભૌગોલિક સ્થળે વહાણનું માળખું નિર્માણ કરવાનું સંકળાયેલું છે અને પછી મઝગાવ ડોક ખાતે તેને જોડવામાં આવ્યું હતું.

આ ક્લાસનું પ્રથમ જહાજ 2021માં રજૂ કરાયું હતું. બીજું અને ત્રીજું જહાજ રજૂ કરાયું છે અને આઉટફિટિંગ અને પરીક્ષણોના અલગ અલગ તબક્કામાં છે.ઉદયગિરિ આંધ્ર પ્રદેશની પર્વતમાળા પરથી નામ અપાયું છે. પ્રોજેક્ટ 17-એ ફ્રિગેટ્સનું આ ત્રીજું જહાજ છે. પી-17 ફ્રિગેટ્સ (શિવાલિક ક્લાસ) પછી આ જહાજમાં સ્ટીલ્ધ વિશિષ્ટતાઓ, આધુનિક શસ્ત્રો અને સેન્સરો અને પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ્સમાં સુધારણા કરવામાં આવી છે.

તે 18 ફેબ્રુઆરી, 1976થી 24 ઓગસ્ટ, 2007 સુધી ત્રણ દાયકામાં દેશની અતુનીય સેવામાં અનેક પડકારજડનક કામગીરી કરનાર લિયાન્ડર ક્લાસ એએસડબ્લ્યુ ફ્રિગેટ અગાઉની ઉદયગિરિનો નવો અવતાર છે. પી-17-એ કાર્યક્રમ હેઠળ કુલ સાત જહાજ નિર્માણ હેઠળ છે, જેમાં ચાર મઝગાવ ડોકમાં તૈયાર થઈ રહ્યાં છે.

ઈન્ટીગ્રેટેડ કન્સ્ટ્રકશન, મેગા બ્લોક આઉટસોર્સિંગ, પ્રોજેક્ટ ડેટા મેનેજમેન્ટ પ્રોજેક્ટ લાઈફસાઈકલ મેનેજમેન્ટ જેવી વિવિધ નવી સંકલ્પનાઓ અને ટેકનોલોજીઓ ઘરઆંગણા તૈયાર અને નિર્માણ કરાયેલાં આ યુદ્ધજહાજમાં પ્રથમ વાર અપનાવવામાં આવી છે. પી17-એ પ્રોજેક્ટનાં પ્રથમ બે જહાજ 2019માં અને 2020માં મઝગાવ ડોક અને જીઆરએસઈમાં લોન્ચ કરાયાં હતાં.

ડીએનડી દ્વારા ઘરઆંગણે નિર્માણ
15-બી અને પી-17-એ જહાજો ડિરેક્ટોરેટ ઓફ નેવલ ડિઝાઈન (ડીએનડી) દ્વારા ઘરઆંગણે તૈયાર કરવામાં આવ્યાં છે, જે રાષ્ટ્રની સર્વ યુદ્ધજહાજ નિર્માણ પ્રવૃત્તિઓનું ફાઉન્ટનહેડ છે. શિપયાર્ડ ખાતે નિર્માણના તબક્કા દરમિયાન એમએસએમઈ સહિત ઘરઆંગણાની કંપનીઓ પાસે ઈક્વિપમેન્ટ અને સિસ્ટમ્સ માટે આશરે 75 ટકા ઓર્ડર અપાયા હતા, જે ખરા અર્થમાં દેશમાં આત્મનિર્ભરતાનો પણ દાખલો છે.

અન્ય સમાચારો પણ છે...