નિવેદન:ચીનને બેજવાબદાર રાષ્ટ્ર ગણાવીને રાજનાથ સિંહે પ્રહાર કર્યા

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમુક બેજવાબદાર રાષ્ટ્ર તેમના સંકુચિત પક્ષપાતી હિતો અને આધિપત્યની વૃત્તિઓ સાથે સમુદ્રના કાયદા પરના યુએન સંમેલનની ખોટી વ્યાખ્યા કરી રહ્યા છે, એમ રવિવારે રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીનનું નામ લીધા વિના તેની નીતિની ટીકા કરતાં જણાવ્યું હતું.

ભારતીય નૌકાદળની ઘરઆંગણે નિર્મિત આઈએનએસ વિશાખાપટ્ટનમને રવિવારે મુંબઈમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં સેવામાં રજૂ કરવામાં આવી હતી. તે પ્રસંગે તેઓ બોલતા હતા. અમુક રાષ્ટ્રો સંમેલનની વ્યાખ્યાનું ખોટું અર્થઘટનકરીને તેને સતત નબળું પાડી રહ્યા છે, જે ચિંતાની બાબત છે, એમ તેમણે જણાવ્યું હતું.

ચીન દ્વારા વિદેશી વહાણોના પ્રવેશ પર નિયંત્રણ માટે તૈયાર કરાયેલા નવા સમુદ્રિ નિયમોને લઈ રાજનાથે આ ટિપ્પણી કરી હતી. બીજિંગ આ નિયમોને ચાયનીઝ ટેરિટોરિયલ વોટર્સ તરીકે ઓળખે છે. આ વર્ષે 1લી સપ્ટેમ્બરથી અમલી બનાવવામાં આવેલા આ નવા કાયદા અનુસાર લશ્કરી અને વ્યાવસાયિક વિદેશી વહાણોના પ્રવેશ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

ચીનની સમુદ્રિ ટ્રાફિક સુરક્ષાને જોખમમાં મૂકતાં વહાણોએ તેમનું નામ, કોલ સાઈન, વર્તમાન સ્થાન અને આગામી પોર્ટ ઓફ કોલ અને આગમનનો અંદાજિત સમય વગેરેની માહિતી આપવાનું આવશ્યક બનાવવામાં આવ્યું છે. ખતરનાક માલો અને કાર્ગો ડેડવેઈટ પરિવહન કરતાં જહાજોનાં નામ પણ આપવાનું આવશ્યક બનાવવામાં આવ્યું છે. વિવાદિત દક્ષિણ ચીની સમુદ્ર, પૂર્વીય ચીની સમુદ્ર અને તાઈવાનમાં વ્યાવસાયિક અને લશ્કરી વહાણોને પસાર થવા પર નિયંત્રણ લાદે છે, જેને કારણે યુએસ અને પ્રદેશમાં તેના ભાગીદારો સાથે તાણો વધ્યો છે.

લશ્કરી શક્તિનું મજબૂતીકરણ
દરમિયાન રાજનાથે એમ પણ જણાવ્યું કે વૈશ્વિક સલામતીનો કારણો, સીમાઓનો વિખવાદ અને સમુદ્રિ વર્ચસે વિવિધ દેશોમાં તેમની લશ્કરી શક્તિ મજબૂત કરવા માટે પગલાં લેવા પ્રેરિત કર્યાં છે. જાહેર અને ખાનગી ક્ષેત્રોએ સરકારની નીતિઓનો લાભ લેવો જોઈએ, એકત્ર કામ કરવું જોઈએ અને ભારતને ઘરઆંગણે જહાજ નિર્માણનું કેન્દ્ર બનાવવું જોઈએ.

ઉદ્ધવ ઠાકરેની તબિયત પૂછી
દરમિયાન મુંબઈ મુલાકાત દરમિયાન રાજનાથે ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મીને ફોન કોલ કરીને તાજેતરમાં ઓપરેશન કરાવનારા ઉદ્ધવ ઠાકરેની તબિયતના સમાચાર પૂછ્યા હતા. ઉપરાંત તેઓ વહેલી તકે સાજા થઈને પાછા કામકાજમાં લાગી જશે એવી શુભેચ્છા આપી હતી.

આત્મનિર્ભર હાંસલ કરવા કટિબદ્ધતા
રાજનાથે ભારતીય નૌકાદળના આત્મનિર્ભરના પ્રયાસોને બિરદાવતાંજણાવ્યું કે ભારતીય શિપયાર્ડમાંથી 41 યુદ્ધજહાજો અને સબમરીનોના નૌકાદળના ઓર્ડરમાંથી 39 પૂરા કરાયા તે આત્મનિર્ભર ભારત હાંસલ કરવા તેમની કટિબદ્ધતાનો દાખલો છે.

અન્ય સમાચારો પણ છે...