તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજસ્થાનના મોટા આયુર્વેદિક ડોક્ટરોને ખંડણી માટે ધાકધમકી આપનારા ઝડપાયા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી દર્દી બનીને ડોક્ટર પાસે જઈને માહિતી કઢાવીને પછી ખંડણી વસૂલ કરતા હતા

આયુર્વેદિક ડોક્ટરોની માહિતી કઢાવીને તેની પાસે દર્દી બનીને પહોંચીને વધુ વિગતો કઢાવ્યા પછી ખંડણી વસૂલી કરનારા મુંબઈ અને રાજસ્થાનના પાંચ ખંડણીખોરોની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. એક ડોક્ટર પાસેથી વસૂલ કરેલી ખંડણીની કેટલીક રકમ પણ તેમની પાસેથી હસ્તગત કરવામાં સફળતા મેળવી છે.

ભિવંડીમાં તડાલી જકાત નાકા ખાતે આયુર્વેદિક દવાઓ વેચતા મૂળ રાજસ્થાનના કોટાના રહેવાસી મહંમદ ફરીદ મકસુદ્દીન શેખ દ્વારા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની બાંદરા શાખામાં 6 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શેખનો ભાઈ રાજસ્થાનમાં આયુર્વેદિક દવાઓ વેચે છે. તેને રૂ. 9 લાખની ખંડણી માટે ધમકી મળી હતી. તેણે તડજોડ કરીને રૂ. 6.40 લાખ આપી દીધા હતા.ખંડણીની રકમ મળ્યા પછી વહેંચણી કરવા માટે તેઓ મુંબઈમાં આવવાના છે એવી માહિતી મળતાં આ અંગે શેખે બાંદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ક્રાઈમ બ્રાન્ચ 3 અને 12 આ કેસની તપાસ કરતી કરતી હતી. રવિવારે એક ખબરીએ આપેલી માહિતીને આધારે દહિસર પૂર્વમાં સાઈબાબા મંદિર, શિવવલ્લભ રોડ, અશોકવન ખાતે છટકું ગોઠવીને પોલીસે પાંચ જણની ધરપકડ કરી હતી, જેમાંથી એક અંધેરીનો અને અન્ય ચાર રાજસ્થાનના કોટાના રહેવાસી છે.

એક આરોપી વિરુદ્ધ 42 ગુના
આરોપીથી એક આરોપી વિરુદ્ધ 42 ગુના છે, જ્યારે અન્ય બે વિરુદ્ધ બબ્બે ગુના નોંધાયેલા છે. આરોપીઓ મુંબઈ અને રાજસ્થાનમાં આયુર્વેદિક દવાઓ વેચીને મોટી કમાણી કરનારા ડોક્ટરોની માહિતી મેળવતા હતા. આ પછી વધુ માહિતી કઢાવવા દર્દી બનીને તેના દવાખાને જતા હતા, જે પછી યોજનાબદ્ધ રીતે ફોન કોલ કરીને ધાકધમકી આપીને ખંડણી વસૂલ કરતા હતા. આ રીતે અનેક ડોક્ટરો પાસેથી ખંડણી વસૂલ કરી છે, જે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો