તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત-પાક બોર્ડર કા રાજા:ભારત-પાક બોર્ડર કા રાજા આજે મુંબઈથી નીકળશે

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૈનિકોનો વિશ્વાસ બુલંદ રાખવાના આત્મવિશ્વાસ સાથે ગણેશમૂર્તિ સરહદ પર લઈ જવાશે

ભારત- પાક સીમારેખા પર સ્થિત પૂંછ ગાવમાં ભારતીય આર્મી બ્રિગેડમાં 4 મરાઠા (લાઈટ ઈન્ફેન્ટ્રી) સાથે માનવાધિકાર કાર્યકર્તા અને એનજીઓ પ્રોગ્રેસિવ નેશનનાં કાર્યાધ્યક્ષા ઈશરદીદી તેમના મુંબઈના સહયોગી છત્રપતિ આવટેદાદા છઠ્ઠી વાર મુંબઈના ઈન્ડિયન નેવી બેઝ, મેઈન ગેટ પાસે, એલબીએસ, કુર્લા (પશ્ચિમ)ની સિદ્ધિવિનાયક ચિત્રશાળામાંથી રવિવારે બાપ્પાની મૂર્તિ લઈ જશે. ભારત- પાક બોર્ડર (એલઓસી) કા રાજા તરીકે આ ગણેશજી પ્રસિદ્ધ છે. દર વર્ષે છ ફૂટની મૂર્તિ લઈ જવાય છે. જોકે આ વખતે સરકારનાં નિયંત્રણોને લઈને મૂર્તિ 4 ફૂટની રહેશે.

આ વખતે 12મું વર્ષ છે અને મુંબઈથી બાપ્પાની મૂર્તિ લઈ જવાનું છઠ્ઠું વર્ષ છે. આ વર્ષે મામલો ગંભીર છે. પાકિસ્તાન દ્વારા બોર્ડર પર હંમેશની જેમ આતંકવાદી ગતિવિધિ ચાલુ છે. તેમાં વળી હાલમાં અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓએ હુમલો કર્યો છે. કાબુલમાંથી બધા નાગરિકો પલાયન કરી રહ્યા છે. રાષ્ટ્રપ્રમુખ અને સાથી નેતાઓ, સાંસદ પણ દેશ છોડીને ભાગી ગયા છે.

કાબુલ શહેર આપણી સીમારેખાથી ફક્ત 600 કિમી અંતરે છે. આથી સૈનિકોએ સીમા સુરક્ષા વધુ કડક કરી છે. એલઓસી પર તણાવ છે. આમ છતાં અમે સૈનિકોનો વિશ્વાસ તૂટે નહીં એવા આત્મવિશ્વાસ સાથે મુંબઈથી ગણેશમૂર્તિ લઈ જઈ રહ્યાં છીએ, એમ ઈશરદીદીએ જણાવ્યુ હતું.પુંછમાં બાપ્પાની સ્થાપના પછી ભારતીય સૈનિકો દર્શન કરવા અચૂક આવે છે. પ્રથમ રવિવારે પ્રાતઃકાલ યજ્ઞ પછી મહાભંડારાનું આયોજન કરાય છે. સ્વર્ગ જેવા પુંછનું વાતાવરણ ઋષિઓના મંત્રોચ્ચારથી પવિત્ર બની જાય છે, જેમાં જિલ્લાના સર્વ ગણેશભક્ત મહાભંડારાનો લાભ લેવા આવે છે, એમ ઈશરદીદીએ જણાવ્યું હતું.

પ્રશાસનન આદેશ અનુસાર ઉજવણી
આ વર્ષે પણ પુંછમાં કોરોનાને લીધે અમુક નિયંત્રણો છે. નદીની પાર અને આસપાસ બોર્ડર પર ફાયરિંગ ચાલુ છે. આવા માહોલને લીધે પ્રશાસનના આદેશ અનુસાર ઉત્સવ મનાવીશું, એમ કહીને ઈશર દીદી ઉમેરે છે, અમારા પરિવારે દેશ માટે શહીદી આપી છે, જેથી સૈનિકો અને તેમના પરિવારની ભાવનાઓને અમે સારી રીતે સમજી શકીએ છીએ. ભાઈચારો અને સૈનિકોનો જુસ્સો વધારવા માટે આવા અનેક કાર્યક્રમ સરકારી નિર્દેશો અનુસાર યોજતા રહીશું અને આ વર્ષે પણ બાપ્પા અમને સહીસલામત જમ્મુ- કાશ્મીર લઈ જશે એવો વિશ્વાસ છે.

7 ઓગસ્ટે મૂર્તિ જમ્મુ પહોંચશે
મુંબઈમાં 5 સપ્ટેમ્બરે ગણેશમૂર્તિ દર્શન પછી પ્રાતઃકાલ સ્વરાજ એક્સપ્રેસ- બાંદરા ટર્મિનસથી બાપ્પા પ્રસ્થાન કરશે. 2000 કિમી અંતર પાર કરતાં 7 ઓગસ્ટે સાંજે જમ્મુ સ્ટેશને પહોંચશે, જ્યાંથી પુંછનાં ભાઈ- બહેનો ધામધૂમ સાથે હાજર રહેશે. જમ્મુથી ટ્રક દ્વારા 300 કિમી દૂર બરફીલા અને દુર્ગમ પહાડી રસ્તાઓ વચ્ચેથી મૂર્તિ પુંછમાં લઈ જઈને સ્થાપના કરાશે.

રોજના કાર્યક્રમ આ રીતે રહેશે
કડકડતી બરફીલી ઠંડીમાં પ્રાતઃકાલ 4 વાગ્યાથી બાપ્પાની પૂજા- અર્ચના સાથે આરતી થાય છે. સાંજે 4 વાગ્યાથી મહિલાઓના ભજન- સંગીત સાથે બાળકોના કાર્યક્રમ પછી સાંજે 7 વાદ્યે સૈનિકોની હાજરીમાં આરતી થશે. ગણેશભક્તો દ્વારા રોજ અલગ અલગ પ્રસાદ વહેંચવામાં આવે છે. અનંતચતુર્થીના દિવસે શેર-એ-કાશ્મીર પુલની પાસે, પુલસ્ત નદીમાં પ્રશાસનની નિગરાણીમાં બાપ્પાની મૂર્તિનું વિસર્જન થશે, એમ ઈશરદીદીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...