તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:વાશી ટોલનાકા તોડફોડ પ્રકરણમાં રાજ ઠાકરેને શરતી જામીન મળ્યા

મુંબઈ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 5 મેના થનારી આગામી સુનાવણીમાં ગેરહાજર રહેવાની છૂટ પણ આપી

2014 મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષ રાજ ઠાકરે પર વાશી ટોલનાકા પર તોડફોડ પ્રકરણમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે વાશી કોર્ટમાં શનિવાર થયેલી સુનાવણીમાં કોર્ટે શરતોને આધીન તેમના જામીન મંજૂર કર્યા હતા. રૂ. 15,000ના બોન્ડ પર આ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રકરણે આગામી સુનાવણી 5 મેના થશે. 2014માં રાજ ઠાકરેએ સરકાર વિરુદ્ધ આક્રમક ભૂમિકા લેતા ટોલનાકાઓ વિરુદ્ધ આંદોલન પોકાર્યું હતું. 26 જાન્યુઆરી 2014ના રાજ ઠાકરેએ વાશી ખાતેના મેળાવડામાં ટોલનાકા બંધ કરવા બાબતે ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું. એ પછી મનસેના કાર્યકર્તાઓએ વાશી ટોલનાકાની તોડફોડ કરી હતી.

આ પ્રકરણે રાજ ઠાકરે સહિત અન્ય 6 કાર્યકર્તાઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમને 2018 અને 2020માં સમન્સ અને વોરંટ જારી કર્યું હતું. ગયા મહિને કોર્ટે વોરંટ રદ કર્યું હતું. જો કે એમ કરતા સમયે 6 ફેબ્રુઆરીના કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.કોર્ટના આદેશ અનુસાર રાજ ઠાકરે શનિવારે વાશી કોર્ટમાં હાજર થયા હતા. ત્યાં ટોલનાકા તોડફોડ પ્રકરણની સુનાવણી થયા બાદ રાજ ઠાકરેને શરતોને આધીન જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આગામી સુનાવણી માટે રાજ ઠાકરેને ગેરહાજર રહેવાની છૂટ કોર્ટે આપી છે એમ તેમના વકીલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો