પોલીસનો દાવો:રાજ કુંદ્રા 121 પોર્ન વીડિયો રૂ. 9 કરોડમાં વેચવાનો હતો

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉદ્યોગપતિ રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં દિવસે દિવસે વધુ અટવાઈ રહ્યો છે. એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. એવામાં હવે રાજ કુંદ્રાના વોટ્સએપ ચેટમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. રાજ કુંદ્રા થોડા સમય બાદ મોટી ડીલ કરવાનો હતો. 1.2 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 8.93 કરોડમાં 121 પોર્ન વીડિયો વેચવાનો હતો એવો દાવો મુંબઈ પોલીસે કર્યો છે.

મુંબઈ પોલીસે આપેલી માહિતી અનુસાર આ વ્યવહારની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. ઉપરાંત પોર્ન ફિલ્મ થકી થતી આવકનો ઉપયોગ રાજ કુંદ્રા ઓનલાઈન સટ્ટાબાજીમાં કરતો હતો એવો શક પોલીસને છે.કોર્ટમાં સુનાવણીના સમયે મુંબઈ પોલીસે જણાવ્યું કે રાજ કુંદ્રાના વોટ્સએપ ચેટની તપાસ કરતા એ 121 પોર્ન વીડિયોનો વ્યવહાર કરવાનો હતો એવી માહિતી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...