વરસાદની આગાહી:આગામી બે દિવસ દરમિયાન મુંબઈમાં વરસાદની આગાહી

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરબી સમુદ્રમાં ઓછા દબાણને ક્ષેત્રને લીધે મુંબઈનું હવામાન રવિવારે પણ વાદળિયું રહ્યું હતું. ખાસ કરીને સવારે અને બપોરે મુંબઈનાં મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયાં વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. વાદળિયું વાતાવરણ આગામી દિવસ યથાવત રહેશે. 14 અને 15 ડિસેમ્બરે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સામાન્ય રીતે વાદળિયું રહેશે. ગાજવીજ સાથે વરસાદ પડશે એવી આગાહી વેધશાળાએ કરી છે, ભારતીય હવામાન શાસ્ત્ર વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં મધ્ય મહારાષ્ટ્રમાં ઘણાં બધાં ઠેકાણે અને કોંકણ, ગોવામાં છૂટાંછવાયાં સ્થળે વરસાદ પડ્યો છે.

મરાઠવાડા અને વિદર્ભમાં હવામાન સૂકું હતું. મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભના ઘણા બધા ભાગોમાં લઘુતમ તાપમાનમાં સરેરાશની તુલનામાં ઉલ્લેખનીય વધારો થયો છે.કોંકણ, ગોવાના મોટા ભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં સરેરાશની તુલનામાં થોડો વધારો થયો છે. રાજ્યના બાકી ભાગોમાં લઘુતમ તાપમાન સરેરાશની લગભગ નજીક નોંધવામાં આવ્યું હતું. 14 ડિસેમ્બરના રોજ કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભમાં છૂટાછવાયો વરસાદ પડશે. મરાઠવાડામાં હવામાન સૂકું રહેશે.

અન્ય સમાચારો પણ છે...