તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બસમાં વરસાદની એન્ટ્રીઃ છત્રી માથે રાખી ડ્રાઈવરે બસ ચલાવી

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ પૂર્વે જ જોડાયેલ મિની બસમાં લીકેજ શરૂ

મુંબઈમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી મારી. ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં તો વિવિધ ઠેકાણે લીકેજની સમસ્યાઓ પણ સર્જાઈ. આવા સંજોગોમાં મુંબઈના રસ્તા પરની શાન માનવામાં આવતી બેસ્ટની બસમાં પણ વરસાદે એન્ટ્રી મારી. બસમાં વરસાદનું પાણી લીકેજ થતાં ડ્રાઈવરે રીતસર એક હાથમાં છત્રી પકડીને બસ ડ્રાઈવ કરી હતી.મુંબઈ અને ઉપનગરોમાં મંગળવાર રાતથી જ વરસાદે જોરદાર એન્ટ્રી મારી. બુધવારે સવારથીતેનું જોર વધ્યું હતું. મુંબઈગરા માટે ખાસ અને પ્રવાસનું સૌથી સસ્તું સરકારી વાહન બસને પણ વરસાદનો જોરદાર ફટકો પડ્યો હતો.

લોકડાઉનના નિયમો હળવા કર્યા પછી બેસ્ટની બસો સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ થઈ છે, પરંતુ વરસાદને લીધે બસમાં લીકેજ થયાની ઘટના સામે આવી છે.બસમાં ઘણી જગ્યાથી લીકેજ થતું હતું, જે સાથે ડ્રાઈવર સીટના ઉપરના ભાગમાંથી પણ લીકેજ શરૂ થયું હતું. આથી ડ્રાઈવરે છત્રીનો આશરો લેવો પડ્યો હતો. ખાસ કરીને આ મિન બસ છે. બે વર્ષ પૂર્વે જ બેસ્ટના કાફલામાં તે દાખલ થઈ છે. જોકે જ પહેલા જ વરસાદમાં બસની બહાર અને અંદર પણ વરસાદ અનુભવવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...