તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભારંભ:મીરા રોડને રેલવેની દિવાળી ભેટઃ બે નવાં એસ્કેલેટર શરૂ

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મીરા રોડવાસીઓને પશ્ચિમ રેલવેએ દિવાળી ભેટરૂપે બે નવાં એસ્કેલેટરનો શનિવારથી શુભારંભ કર્યો. સાંસદ રાજન વિચારે દ્વારા વર્ચ્યુઅલ પદ્ધતિથી તેનું ઉદઘાટન કરાયું. મીરા રોડ સ્ટેશનના ફૂટઓવરબ્રિજ (દક્ષિણ) ખાતે પ્લેટફોર્મ નં. 2-3 અને 4 પર પ્રત્યેકી એક એમ બે એસ્કેલેટર શરૂ કરવાં આવ્યા છે.આ એસ્કેલેટર નિર્માણ કરવાનો ખર્ચ પ્રત્યેકી અંદાજે રૂ. 1 કરોડ આવ્યો છે. દરેક કલાકે 900 પ્રવાસી ક્ષમતા ધરાવે છે અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજન, ગર્ભવતી સ્ત્રી અને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તે તૈયાર કરાયાં છે, એમ મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું. મુંબઈ ઉપનગરીય સેકશનમાં 50 સહિત મુંબઈ ડિવિઝનમાં હાલમાં 54 એસ્કેલેટર છે અને આ નાણાકીય વર્ષમાં વધુ 10 એસ્કેલેટર નિર્માણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો