કાર્યવાહી:રેલવે દ્વારા ટિકિટના કાળાબજાર કરતા દલાલની ધરપકડ કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેલ્લા સવા મહિનામાં લગભગ પોણા બે લાખ રૂપિયાની ટિકિટ જપ્ત

રજાઓની મોસમ ચાલુ છે ત્યારે રિઝર્વ્ડ ટિકિટ માટે પ્રવાસીઓ મોંમાગી કિંમત ચુકવવા તૈયાર હોય છે. એનો ફાયદો ઉઠાવતા ટિકિટના કાળાબજાર કરતા ટિકિટદલાલો માટે અત્યારે તો ઘીકેળા છે. આ દલાલ વિરુદ્ધ મધ્ય રેલવેએ વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. આ કાર્યવાહી અનુસાર છેલ્લા સવા મહિનામાં લગભગ પોણા બે લાખ રૂપિયાની ટિકિટ જપ્ત કરવામાં આવી છે. ઉનાળાની રજાઓમાં મધ્ય રેલવેએ ટિકિટના કાળાબજાર કરતા લોકો પર મોટી કાર્યવાહી શરૂ કરી છે. રેલવે સુરક્ષા દળના મુંબઈ વિભાગીય દલાલ વિરુદ્ધ ટીમ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

1 એપ્રિલથી 10 મે સુધીના સમયગાળામાં વિશેષ કાર્યવાહી અંતર્ગત 1 લાખ 62 હજાર 313 રૂપિયાની કિંમતની 89 ટિકિટ જપ્ત કરીને પાંચ ગુના નોંધવામાં આવ્યા છે. ગયા આર્થિક વર્ષ 2021-22માં દલાલ વિરોધી ટીમે દલાલો વિરુદ્ધ 27 ગુના નોંધ્યા હતા અને 646 ટિકિટ જપ્ત કરી હતી. આ ટિકિટની કુલ કિંમત 7 લાખ 99 હજાર 759 રૂપિયા જેટલી હતી એવી માહિતી મધ્ય રેલવેએ આપી હતી. રેલવેની ટિકિટ અધિકૃત એજન્ટ કે કોમ્પ્યુટરાઈઝ્ડ સેંટરમાંથી ખરીદવી એવી હાકલ મધ્ય રેલવેએ કરી છે.

13 મેના મધ્ય રેલવેના અધિકારીઓએ મુંબઈ વિભાગમાં ટિકિટ ચેકરોએ દલાલ વિરોધી ટીમ, રેલવે સુરક્ષા દળના એસઆઈપીએફ, સીઆઈબી, કલ્યાણના આઈટી સેલના સભ્યોએ વિલેપાર્લે ખાતેની એક હોટેલમાં છટકુ ગોઠવીને ઘનશ્યામ પ્રજાપતિ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. ટિકિટના કાળાબજાર કરતો હોવાના શક પરથી એની ધરપકડ કરવામાં આવી હતી. કાંદિવલીના પોઈસરમાં રહેતા રમેશ યાદવ નામની વ્યક્તિએ ઘનશ્યામને કમિશન પર કામ પર રાખ્યો હતો. વિલેપાર્લે પોલીસે એને તાબામાં લીધો હતો. પ્રજાપતિ અને યાદવ પર ભારતીય રેલવે કાયદાની કલમ 143 અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...