તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડોંગરી, નાગપાડામાં દાઉદના સાગરીતના અડ્ડાઓ પર દરોડા

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરોડો પાડવા ગયેલા NCBના અધિકારીઓ પર પાળેલા કૂતરા છોડ્યા

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ડોંગરી અને નાગપાડા ખાતે દાઉદ ઈબ્રાહિમના સાગરીત ચિંકુ પઠાણના ડ્રગ્સના અડ્ડાઓ પર ગુરુવારે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. ચિંકુ પઠાણના નિકટવર્તીઓના અડ્ડાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને કેટલાક પ્રમાણમાં ડ્રગ પકડી પાડવામાં આવ્યું છે.ચિંકુનો નિકટવર્તી સાગરીત ફિલ્મો ઉદ્યોગમાં અમુક લોકોને ડ્રગનો પુરવઠો કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

તેના અમુક સાગરીતોની અગાઉ ધરપકડ કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં ચિંતુના સાગરીત ઈજાઝ સાઈકોની અને આરીફ ભુજવાલાની ધરપકડ કરવામાં આવી હતી. ઈજાઝ ડોંગરીથી પકડાયો હતો, જેની પાસેથી રૂ. 15 લાખ અને 25 મોબાઈલ ફોન હસ્તગત કરવામાં આવ્યા હતા. 20 જાન્યુઆરીના રોજ ચિંકુ ડોંગરીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે પકડાયો હતો. ચિંકુ હાલમાં એટીએસના કબજામાં છે, કારણ કે ડ્રગ કેસની તપાસ દરમિયાન તેનું દાઉદ કનેકશન બહાર આવ્યું હતું. ચિંકુ ગેન્ગસ્ટર કરીમ લાલાનો પૌત્ર પણ છે, એન એનસીબીનાં સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈમાં 19 વર્ષીય અયાન સિંહાની ધરપકડ કરી હતી. અયાન મુંબઈના બાન્દરા, વર્સોવા, અંધેરી પરિસરમાં ડ્રગ્ઝ સપ્લાય કરતો હતો. એની માહિતી મળતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે અયાન સિંહાના ઘરે દરોડો પાડ્યો હતો. એ સમયે એના બે પાળેલા કૂતરા એનસીબીના અધિકારીઓ પર છોડ્યા હતા અને તેમને કાર્યવાહી કરવાની રોકવાનો પ્રયત્ન કર્યો.

કઈ સેલિબ્રિટી ડ્રગ લેતી હતી એની તપાસ
અયાન એકલો જ આ ધંધામાં નહીં હોય. એની પાછળ એક ચેન કામ કરતી હોવાનો શક એનસીબીને છે. એ કડી શોધવા એનસીબી સક્રિય થઈ છે અને અયાન પાસેથી મળેલી માહિતી પ્રમાણે મુંબઈમાં વિવિધ ઠેકાણે કાર્યવાહી કરવામાં આવશે. અયાનની પૂછપરછમાં જે નામ જાણવા મળ્યા છે તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવે એવી શક્યતા છે. બીજી તરફ અયાન પાસેથી કઈ સેલિબ્રિટી ડ્રગ્ઝ લેતી હતી એની તપાસ એનસીબી કરશે. તેથી આગામી દિવસોમાં એનસીબી કાર્યાલયમાં ફરીથી સેલિબ્રિટીઓની લાઈન લાગશે એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો