તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોની બેદરકારી:વિદ્યાર્થીઓની હાજરી સાથેના કોચિંગ ક્લાસ પર દરોડા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિદ્યાર્થીઓ ક્લાસમાં માસ્ક પહેર્યા વિના મળી આવ્યા

કોરોના મહામારીને લીધે શાળા- કોલેજો અને ક્લાસ બંધ રાખવાનો સરકારે આદેશ આપ્યો છે તેમ છતાં નાગપુર શહેરમાં બે કોચિંગ ક્લાસમાં રીતસર વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ હાજરી સાથે ક્લાસ લેવામાં આવતા હતા. આ અંગે જાણકારી મળતાં જ પોલીસે સાગમટે દરોડા પાડીને કાર્યવાહી કરી હતી. ડીસીપી વિનિતા શાહુની આગેવાનીમાં પોલીસ ટીમે બૈરામજી શહેર વિસ્તારમાં સ્થિત આ સેન્ટરો પર દરોડા પાડ્યા હતા. ક્લાસના મેનેજર અને શિક્ષકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ બંને સ્થળે આશરે 12 વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા. શિક્ષકો તેમને ભણાવતા હતા. જોકે કોઈએ ફેસ માસ્ક પહેર્યા નહોતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કર્યું નહોતું.સદર પોલીસ સ્ટેશન દ્વારા ક્લાસ ચલાવતા મેનેજરો અને શિક્ષકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યા હતા. ડીસીપીએ જણાવ્યું કે અમે આ કાર્યવાહી અંગે મહાપાલિકાને જાણ કરી છે, જે બંને ક્લાસને સીલ કરશે.અમને માહિતી મળી હતી કે રોજ ક્લાસમાં હાજરી આપવા ચાર બેચમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા હતા. આને આધારે અમે આ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...