કાર્યવાહી:7800 મેટ્રિક ટન લાલ ચંદનની દાણચોરી મામલે મુંબઈમાં દરોડા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂત્રધાર બાદશાહ મલિકની ED દ્વારા અટકાયત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અધિકારીઓએ સમગ્ર મુંબઈમાં અનેક સ્થળોએ લાલ રક્તચંદનની દાણચોરી સાથે સંબંધિત કેસમાં સોમવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે પછી બે જણની ધરપકડ કરી હતી. લાલ રક્તચંદનના દાણચોરો બાદશાહ મલિક અને વિજય પૂજારી વિરુદ્ધ ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના કેસ બાદ એજન્સી દ્વારા નોંધાયેલા ઈસીઆઇઆરના આધારે ઇડીએ શોધખોળ શરૂ કરી હતી. મલિકને સોમવારે ઇડી દ્વારા અટકમાં લઈને આકરી પૂછપરછ કરવામાં આવી હતી.

2015માં, ડીઆરઆઈએ આંતરરાષ્ટ્રીય દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો જ્યાં લાલ રક્તચંદન જેવાં દુર્લભ અને કીમતી લાકડાંની દેશની બહાર દાણચોરી કરવામાં આવી રહી હતી, તેને માલવાહક કન્ટેઈનરમાં નિકાસ કરવામાં આવી હતી. મુંબઈ સ્થિત શિપિંગ કંપની દ્વારા મધ્ય પૂર્વના દેશોમાં 7800 મેટ્રિક ટનથી વધુ લાલ રક્તચંદનની દાણચોરી કરવામાં આવી હતી. ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા કન્ટેઈનરોને ન્હાવા નિકાસ ટર્મિનલ પર અટકાવવામાં આવ્યા હતા અને વધુ તપાસમાં તેમને મલિક, હેગડે અને પૂજારીની સંડોવણી હોવાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...