તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નેતાઓને સંડોવતા 25,000 કરોડના બેન્ક ગોટાળામાં સાત ઠેકાણે દરોડા

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અણ્ણા હજારે સહિત અન્યોની ફરિયાદ પરથી ગુના દાખલ છે
  • અલગ અલગ રાજકીય પક્ષના 70 નેતાઓની સંડોવણી શંકા, આઘાડી સરકારના સમયમાં અજિત પવાર બેન્કના અધ્યક્ષ

અલગ અલગ રાજકીય પક્ષોના 70 જેટલા નેતાઓની સંડોવણીની શંકા ધરાવતા અને કોંગ્રેસ- રાષ્ટ્રવાદી આઘાડી સરકારના સમયમાં અજિત પવાર જેના અધ્યક્ષ હતા તે મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્કના રૂ. 25,000 કરોડના ગોટાળાને મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા વ્યાજ દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યના ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ બાદ ઈડીએ હવે આ બેન્ક ગોટાળા તરફ પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બેન્ક ગોટાળામાં અનેક રાજકીય પક્ષના અનેક નેતાઓ સંડોવાયેલા છે.

ઈડીએ અચાનક ગુરુવારે મુંબઈ અને મુંબઈની બહાર સાત ઠેકાણે આ ગોટાળાને મામલે દરોડા પાડ્યા હતા અને કેટલાક દસ્તાવેજો કબજે કર્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. ઈડીએ આ ગોટાળા પર નજર કેન્દ્રિત કરતાં અનેક રાજકીય નેતાઓને ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવે એવી શક્યતા છે. આથી આ નેતાઓની મુશ્કેલી વધી શકે છે. વરિષ્ઠ સમાવસેવક અણ્ણા હજારો, ભૂતપૂર્વ મંત્રી શાલિનીતાઈ પાટીલ, ભૂતપૂર્વ વિધાનસભ્ય માણિક જાધવે મુંબઈ હાઈ કોર્ટમાં આ મામલે જનહિત અરજી કરી હતી, જે પછી કોર્ટે પોલીસને ગુનો દાખલ કરવા આદેશ આપ્યો હતો.

પોલીસ બાદ ઈડીએ પણ આ પ્રકરણે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આ જ પ્રકરણમાં થોડા સમય પૂર્વે ઈડીએ જરંડેશ્વર સહકારી સાકર કારખાનું સીલ કર્યું હતું. આ પછી સાકર કારખાનાની તપાસ ચાલી રહી છે. ઈડી દ્વારા સાત ઠેકાણે દરોડામાં જપ્ત કરવામાં આવેલા વાંધાજનક દસ્તાવેજોની છાનબીન ચાલી રહી છે. આ પછી સંબંધિતોને સમન્ય પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવશે, એમ ઈડીનાં સૂત્રોએ જણાવ્યું હતું.

સાકર કારખાના સાથે પવારનો શું સંબંધ
આઘાડી સરકારના કાર્યકાળમાં અજિત પવાર મહારાષ્ટ્ર રાજ્ય સહકારી કો ઓપ બેન્કના અધ્યક્ષ હતા. તે સમયે આ બેન્કમાં કથિત રૂ. 25,000નો ગોટાળો થયો હોવાનો આરોપ થયો હતો. જરંડેશ્વર કારખાનું પાણીને મૂલે વેચવામાં આવ્યો હોવાનો આરોપ છે. પવારના સંબંધીને તે વેચવામાં આવ્યો છે. પવારના મામા રાજેન્દ્ર ઘાડગે બેન્કના ચેરમેન છે. તેમના જ કાર્યકાળમાં ઈડીએ આ કારખાનાને સીલ મારવાની કાર્યવાહી કરી હતી. પવારે જોકે આ ગોટાળો અને કારખાના સાથે પ્રત્યક્ષ કોઈ લેવાદેવા નથી એમ કહીને આરોપ નકારી કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...