તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:રમેશ ઐયર વિરુદ્ધ રાહુલ નંદાએ 175 કરોડના લોસની ફરિયાદ નોંધાવી

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ટોપ્સ સિક્યોરિટીના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રમેશ ઐયર પર આર્થિક ગુના શાખા તરફથી આર્થિક છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. રમેશ ઐયર એ વ્યક્તિ છે જેની ફરિયાદ પરથી ટોપ્સ સિક્યોરિટી પ્રકરણમાં શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈક અને એના પુત્ર વિહંગ સરનાઈક પર ઈડી તરફથી તપાસ શરૂ કરવામાં આવી હતી. ટોપ્સ સિક્યોરિટીના માલિક રાહુલ નંદા તરફથી ટોપ્સ સિક્યોરિટીના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રમેશ ઐયર અને પાંઘલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 14 સપ્ટેમ્બરના રાહુલ નંદા તરફથી ખાર પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ફરિયાદ અરજી દાખલ કરવામાં આવી છે.

એની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ ખાર પોલીસે ગુનો નોંધ્યા પછી હવે આ પ્રકરણ આર્થિક ગુના શાખાને સોંપવામાં આવ્યું છે. 28 ઓકટોબરના રમેશ ઐયરે રાહુલ નંદા અને એના કુટુંબીઓને કારણે કંપનીને રૂ. 175 કરોડનું નુકસાન થયાની ફરિયાદ કરી હતી. રાહુલ નંદાએ આ આરોપોનું ખંડન કર્યું હતું. જો કે ઈડીએ આ પ્રકરણની તપાસ હાથમાં લેતા શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈક અને એના પુત્ર વિહંગ સરનાઈકને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સરનાઈકના કૌટુંબિક અને વ્યવસાયિક મિત્ર અમિત ચાંદોળેની ધરપકડ કરી હતી.રમેશ ઐયર અને પાંઘલે પર કંપનીના રૂપિયા ગેરકાયદે વાળવા, એકાઉન્ટ્સ સાથે છેડછાડ અને પદનો દુરુપયોગ જેવા આરોપ મૂકવામાં આવ્યા છે અને તેમના પર ગુનો નોંધવામાં આવ્યો છે.

રમેશ ઐયરે પ્રતિસ્પર્ધી કંપની સાથે સાંઠગાંઠ કરીને ટોપ સિક્યોરિટી પાસેના ગ્રાહકો તેમની પ્રતિસ્પર્ધી કંપની પાસે મોકલ્યા જેના લીધે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું એવો આરોપ રમેશ પર છે. આ પ્રકરણની તપાસ હવે આર્થિક ગુના શાખા તરફથી કરવામાં આવશે. કંપનીના એકાઉન્ટનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવશે. એ પછી કંપનીમાં કોઈ ગેરવ્યવહાર થયા છે કે નહીં, થયા હોય તો એ કોણે અને કેવી રીતે કર્યા એ સ્પષ્ટ થશે. જો કે આ પહેલાં પણ ઈડી અને મુંબઈ પોલીસ આમનેસામને આવ્યા હતા. એ પછી હવે ફરીથી બંને આમનેસામને આવશે એવી શક્યતા ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો