આયોજન:28 ડિસેમ્બરે રાહુલ ગાંધીની શિવાજી પાર્કમાં સભા યોજાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિજિટલ સભ્ય નોંધણી ઝુંબેશ હેઠળ 10 લાખ સભ્ય બનાવવાનું લક્ષ્ય

28મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે દાદરના શિવાજી પાર્કમાં સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં રાહુલ ગાંધી હાજરી આપશે. આ દિવસ સુધી ડિજિટલ સભ્ય નોંધણી ઝુંબેશ હેઠળ મુંબઈમાં 10 લાખ સભ્ય બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, એમ કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારી એચ કે પાટીલે જણાવ્યું હતું. મુંબઈના 227 વોર્ડમાં 10 હજાર બૂથ છે. આ બધાં બૂથમાં સભ્ય નોંધણી ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે.

મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ, કાર્યાધ્યક્ષ ચરણસિંહ સપ્રા દ્વારા કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે મુંબઈમાં સભામાં હાજરી આપવા રાહુલ ગાંધીને વિનંતી કરવામાં આવી હતી, જે તેમણે માન્ય કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.આ સમયે ભાઈ જગતાપે જણાવ્યું કે આ નોંધણીમાં અંતરિયાળ વિસ્તારોમાં કોંગ્રેસને માનનારા કોંગ્રેસની વિચારધારાને માનનારા કોંગ્રેસના કાર્યકરો ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી સાથે જોડવામાં આવશે.

સભ્ય નોંધણી સરળ પદ્ધતિથી કોઈ પણ કાગળિયા વિના ફક્ત ઈલેકશન કાર્ડનો નંબર એન્ટર કરીને 5 મિનિટમાં થશે. દરેક સભ્યની નોંધણી પછી નિશ્ચિત સમયગાળામાં ફોટો સાથેનું આઈડી કાર્ડ સભ્યને મળશે અને તે કાર્ડ પર ખુદ સોનિયા ગાંધીની સહી હશે, એમ તેમણે જણાવ્યું હતું. સપ્રાએ જણાવ્યું કે દેશનાં ગણતરીનાં રાજ્યોમાં કોંગ્રેસે આ નોંધણી શરૂ કરી છે. તેમાંથી મુંબઈ પણ એક છે. આ ઝુંબેશ થકી દરેક કાર્યકરોને સશક્ત બનાવવાનું લક્ષ્ય છે. મુંબઈના 227 વોર્ડનાં દરેક ઘરમાં આ સભ્ય ઝુંબેશનો અમલ કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...