તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:શિક્ષણમાં મદદરૂપ થવા 12 કેરી રૂ1.2 લાખમાં ખરીદી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈના શિક્ષણ સાહસિક ઝારખંડની ધોરણ-5ની વિદ્યાર્થિનીની વહારે

જમશેદપુરની 12 વર્ષની તુલસી કુમારી ઓનલાઈન ક્લાસમાં હાજરી આપવા એન્ડ્રોઈડ ફોન ખરીદી શકતી નહોતી, જેનું સપનું સાકાર કરવા માટે મુંબઈની વેલ્યુએબલ એજ્યુકેશન વહારે આવી છે અને તુલસી એન્ડ્રોઈડ ફોન ખરીદી શકે તે માટે તેની પાસેથી એક ડઝન કેરી રૂ. 1.20 લાખમાં ખરીદી કરી છે. 12 વર્ષની તુલસી ઝારખંડના જમશેદપુરના બગુનાધુના ધોરણ-5માં ભણે છે, જે રવિવારે લોકડાઉન દરમિયાન કિન્ન સ્ટેડિયમ નજીક કેરી વેચી રહી હતી.

લોકડાઉન દરમિયાન સૂમસામ રસ્તા પર કેરીઓ વેચવાનું કારણ એક પત્રકારે પૂછ્યું ત્યારે તુલસીએ જણાવ્યું કે તે ફોન ખરીદી કરીને ઓનલાઈન અભ્યાસ શરૂ કરવા માગે છે. આથી તે કેરી વેચીને તેમાંથી આવનારાં નાણાંથી મોબાઈલ ફોન ખરીદી કરવા માગે છે. આ વાર્તા સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ ગઈ હતી. લોકોએ તેની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવાનું શરૂ કર્યું.કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અમેય હાટેએ સહાનુભૂતિવશ કેરી દીઠ રૂ. 10,000ના ભાવે રૂ. 1.20 લાખમાં 12 ખરીદી કરી. આ રકમ તેના પિતાના બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ખંત અને સંઘર્ષની આ વાર્તા મિડિયા પોર્ટલ દ્વારા ફોર્વર્ડ કરવામાં આવી હતી અને વર્ષા જહાગીરદાર દ્વારા મારા ધ્યાનમાં લાવવામાં આવી હતી. જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અભાવે ઓનલાઈન શિક્ષણના નવા યુગમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ જ રીતે સંઘર્ષ કરી રહ્યા છે. તેં હાર માની નહીં અને સંઘર્ષ ચાલુ રાખ્યો. મન હોય તો માળવે જવાય એ કહેવત તેં સિદ્ધ કરી છે. તે મન બતાવ્યું છે અને અમે માળવું શોધવામાં તને મદદ કરી છે, એમ અમેય હાટે મદદ સાથે પત્રમાં જણાવ્યું છે.

કંપની ભારતભરમાં ઓનલાઈન શિક્ષણના ક્ષેત્રમાં કામ કરી રહી છે અને કનેક્ટિવિટીનું અંતર ભરી કાઢવા પ્રયાસ કરી રહી છે. તે પોતાની સેટેલાઈટ ટેકનોલોજીની મદદથી એક દાયકાથી જાહેર શાળામાં એકસમાન ગુણવત્તાયુક્ત ભણતર લાવવા કામ કરી રહી છે.

પિતાએ નોકરી ગુમાવી હતી
તુલસીએ જણાવ્યું હું હવે મેં ફોન ખરીદી લીધો હોવાથી ક્લાસમાં હાજરી આપી શકીશ. લોકડાઉનને લીધે તુલસીના પિતાએ નોકરી ગુમાવતાં પરિવાર આર્થિક ભીંસમાં આવી ગયો છે. તુલસી સરકારી શાળામાં જાય છે, જ્યાં ઓનલાઈન ક્લાસ ચાલે છે. જોકે એન્ડ્રોઈડ ફોન નહીં હોવાથી તે ક્લાસમાં હાજરી આપી શકતી નહોતી. જોકે તુલસીની ઈચ્છાશક્તિ મજબૂત હતી, જેથી તેણે લોકડાઉન વચ્ચે પણ કેરીઓ વેચવાનું શરૂ કર્યું. તેની માતા ગર્વથી કહે છે કે તુલસીએ રસ્તા પર કેરી વેચીને પરિવારને પણ આર્થિક આધાર આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...