તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અકોલામાં જાત પંચાયત દ્વારા મહિલાને થૂંક ચાટવાની સજા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ સામે કઠોર કાર્યવાહી કરવા રાજ્યના ગૃહમંત્રી પાસે માગણી

અકોલામાં જાત પંચાયતે એક મહિલાને થૂંક ચાટવાની સજા આપી હોવાનું બહાર આવ્યું છે. આથી રાજ્યભરમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ પ્રકરણની વિધાન પરિષદનાં ઉપ સભાપતિ નીલમ ગોરહેએ ગંભીર નોંધ લીધો હોઈ આરોપીઓ પર કઠોર કાર્યવાહી કરવા માટે રાજ્યના ગૃહમંત્રી દિલીપ વળસે- પાટીલ પાસે માગણી કરી છે.અકોલા જિલ્લાના બાર્શી ટાકળી ખાતે વડગાવમાં આ ઘટના બની છે. પીડિતા જળગાવ જિલ્લાના ચોપડા તાલુકાના ચહાર્ડી ખાતેની રહેવાસી છે. પીડિતાએ સાઈનાથ નાગો બાબર સાથે 2011માં લગ્ન કર્યાં હતાં.

પતિના ત્રાસથી કંટાળીને તેણે 2015માં કોર્ટમાંથી રીતસર છૂટાછેડા લીધા હતા. પીડિતા કોર્ટમાં જાય એ તેની નાથજોગી જાત પંચાયતના પંચોને માન્ય નહોતું. તેમણે છૂટાછેડા નકારી કાઢ્યા હતા. દરમિયાન પીડિતાએ 2019માં અનિલ જગન બોડખે સાથે લગ્ન કર્યાં હતાં. બોડખે પણ છૂટાછેડા લીધેલા હતા. આ પ્રકારના પુનર્લગ્ન સામે પંચોએ વાંધો ઉઠાવ્યો હતો અને જાત પંચાયતે તેને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો હતો.જાત પંચાયતના ઘણા પ્રશ્ન પ્રલંબિત : જાત પંચાયતના ઘણા બધા પ્રશ્નો પ્રલંબિત છે.

ઘટના બન્યા પછી પ્રથમ ફરિયાદ આપવા માટે કોઈ આગળ આવતું નહીં હોવાથી ગુનો દાખલ કરવામાં વિલંબ થાય છે અને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આથી માહિતી મળતાં જ પોલીસે પોતે ગુનો દાખલ કરવા માટે પ્રયાસ કરવો અને આ પ્રકરણમા સંબંધિતો પર તુરંત કાર્યવાહી કરવી એવી માગણી કરવામાં આવી છે.

દરેક પંદર દિવસે કયાસ મેળવો : આવી ઘટનાઓની નોંધ થયા પચી ફરિયાદ નાગરી હક સંરક્ષણ કક્ષ પાસે તુરંત મોકલીને આગામી કાર્યવાહી જલદ ગતિથી થવા માટે સમયનાં નિયંત્રણો લાદવાં જીએ. જાત પંચાયતના કેસનો કયાસ પીસીઆર નાગરી હક સંરક્ષણ પોલીસ મહાનિરીક્ષકે દર પંદર દિવસે લેવો જોઈએ, જેનાથી આવી ઘટનાઓ રોકી શકાશે.

પંચો દ્વારા થૂંકેલું ચાટવાની ગજબની સજા
મહારાષ્ટ્રમાં પંચોએ એકત્ર આવીને પ્રકરણ ઉકેલી કાઢ્યું, પાર્ટી કરી અને પીડિત પરિવારનો બહિષ્કાર કર્યો. પીડિતાએ પ્રથમ પતિ જોડે જ રહેવું જોઈએ એવો પંચોએ આગ્રહ ચાલુ રાખ્યો હતો. આ જ રીતે 9 એપ્રિલ, 2021ના રોજ પંચોએ કેળાના પાન થૂંકવાનું અને તે પીડિતાએ ચાટવાનું એવી ગજબની સજા આપી હતી. આવી ઘટનાઓ સતત બનતી હોવાથી કઠોર કાર્યવાહી થવી જોઈએ અને જાત પંચાયતના કાયદાની અમલબજાવણી કઠોર રીતે થાય તે માટે નક્કર પગલાં લેવાનું આવશ્યક છે, એમ ગોરહેએ ગૃહમંત્રીને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...